વિદેશી દારૂ પકડાયો:સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો રૂ.2.54 લાખનો મુદ્દામાલ કબ્જે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાનુબેનની વાડીમાં વિદેશી દારૂ પકડાયો
  • ત્રણ શખ્સોને 2.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા, મુખ્ય બુટલેગર પોલીસ પકડની બહાર

શહેરના કુંભારવાડા બાનુબેનની વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલે આજે દરોડો પાડી કુલ રૂ. 2.54 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે 3ને ઝડપી લીધાં હતા. તેમજ આ દારૂનું વેચાણ કરનારા, હેરફેર કરનાર તથા ખરીદવા આવનારા કુલ 8 ઈસમો વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નં. 4માં આજે સવારે 11.20 વાગ્યાના અરસામાં અમુક ઈસમો ટોળુંવળીને બેસેલા હતા ત્યારે ખાનગી વાહનમાં આવેલી સ્ટેટ મોનિટરિંગ ટીમને તેમણે જોઈ લેતા અમુક ઈસમો ત્યાંથી નાસી છુટવામાં સફળ થયાં હતા.

જ્યારે રાહુલ ભાવેશભાઈ જાબુંચા, મહેશ લાલજીભાઈ રાઠોડ અને સંજય વિનુભાઈ રાઠોડને ઝડપી લઈ પુછપરછ કરતા તેના શેઠ નવીન ઉર્ફે લવિંગ ગોવિંદભાઈ ગોહિલ છેલ્લા ચાર પાંચ વર્ષથી દારૂનો ધંધો કરે છે અને તેઓ અહીં રોજના 300-400 લેખે કામ કરતા હોવાનું જણાવ્યું હતું જ્યારે ભાગી ગયેલા ઈસમો પૈકી રોહિત તેમની સાથે કામ કરતો હતો અને ભરત ઉર્ફે બલી ગોહેલ અને જીતેશ જાંબુચા દારૂ ખરીદવા આવ્યા હોવાની કબુલાત આપી હતી.

જ્યારે બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલે ઘરમાં તપાસ કરતા રસડામાં છુપાવેલી વિદેશી દારૂની 114 બોટલો બિયરના ટીન 48 પાંચ મોટરસાઈકલ અને મોબાઈલ મળી કુલ રૂ. 2,54,600નો મદ્દામાલ કબ્જે લઈ અહીં કામ કરતા રાહુલ ભાવેશ જાંબુચા, મહેશ લાલજી રાઠોડ, સંજય વિનુ રાઠોડ, રોહિત પરમાર અને દારૂ ખરીદવા આવનારા ભરત ઉર્ફે બલી ગોહેલ અને જીતેશ જાંબુચા તથા દારૂનો ધંધો ચલાવનારા નવીન ઉર્ફે લવિંગ ગોવિંદભાઈ ગોહેલ તથા આ લોકોને દારૂ પુરો પાડનારા વરતેજના કુમાર ગોહિલ વિરૂદ બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો નોંધ્યો હતો.

વિદેશી દારૂ વેચવાનો નવો કિમિયો
બુટલેગરો દારૂ વેચવાના અવનવા કિમિટાઓ અપનાવતા હોય છે ત્યારે આ રેઈડ દરમિયાન પોલીસને પ્લાસ્ટિકની પારદર્શક નાની નાની થેલીઓમાં વિદેશી દારૂ ભરેલી 44 કોથળ‌ીઓ પણ મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...