તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલીયાવાડી:સ્ટેટ લેવલના અધિકારીઓને હવે સ્થાનિક GST તંત્ર પર ભરોસો નથી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવનગરમાં બોગસ બિલિંગ ગૃહ ઉદ્યોગની જેમ વકરી રહ્યો છે
  • કરોડો રૂપિયાના વ્યવહારો, પેઢીઓથી સ્થાનિક તંત્ર અજાણ હશે ?

વેટ અને સર્વિસ ટેક્સને તબદીલ કરી, મર્જ કરી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાવવામાં આવ્યો હતો. જીએસટી અમલમાં આવ્યુ ત્યારે સરકાર ગળુ ખોંખારીને કહેતી હતી કે હવે કરચોરીની શક્યતા જ નથી. પરંતુ અમલીકરણના ચાર વર્ષ બાદ એ વાસ્તવિક્તા છે કે સરકારની કરવેરાની આવકથી વધુ તો કરચોરોની ફોજ ગજવા ભરી રહી છે, અને જીએસટીના અધિકારીઓ પણ તેઓની આર્થિક કૃપા દ્રષ્ટિ તળે આળોટી રહ્યા છે. ચાર વર્ષ દરમિયાન ભાવનગરમાંથી કરોડો રૂપિયાની બોગસ બિલિંગની રેડો પડી છે, પરંતુ મોટાભાગની રેડમાં સ્થાનિક જીએસટી તંત્રને દૂર રાખવામાં આવે છે.

સમગ્ર રાજ્યમાં કોઇપણ જગ્યાએ બોગસ બિલિંગ અને ખોટી વેરા શાખ લેવાની બાબતે દરોડા પડે તો તેનું પગેરૂ ક્યાંક ને ક્યાંક ભાવનગર તરફ સમગ્ર તપાસને દોરી લાવે છે. ભાવનગરના ભેજાબાજોએ સમગ્ર રાજ્યમાં હવે પોતાનું નેટવર્ક બિછાવ્યુ છે, અને દરેક જિલ્લામાં પંટરો રાખ્યા છે.જીએસટી ઇન્ટેલિજન્સ, સ્ટેટ જીએસટીની અન્વેષણ શાખા દ્વારા ભાવનગરમાં છેલ્લા ચાર વર્ષમાં અનેક વખત દરોડા પાડવામાં આવ્યા છે, અને કરોડો રૂપિયાની ગેરરીતિઓ પકડી રહ્યા છે.

જો બહારથી આવતા અધિકારીઓને બોગસ પેઢીઓ, રજીસ્ટ્રેશન સહિતની તમામ માહિતી હોય તો સ્થાનિક જીએસટી તંત્ર આવી બાબતોથી કેમ અજાણ હશે? આ સવાલ વિજીલન્સને પણ મુંજવી રહ્યો છે. ભાવનગરમાં જથ્થાબંધ બોગસ બિલિંગની પેઢીઓના રજીસ્ટ્રેશન થઇ રહ્યા છે, તો રજીસ્ટ્રેશન વખતે સ્થળ ચકાસણી થઇ રહી નથી તે બાબત પણ ઉડીને આંખે વળગે છે. સીધા વેપારીઓને ધંધો શરૂ કરવા જીએસટી રજીસ્ટ્રેશન કરાવવું હોય તો અધિકારીઓ તેઓને નાકે દમ લાવી દે છે, પરંતુ ભેજાબાજોની ફાઇલો તેઓ ઇચ્છે ત્યાં રજીસ્ટ્રેશન કરાવી અને ખુદ અધિકારીઓ, કર્મચારીઓ પહોંચાડી આપે છે.

પહેલા તો હપ્તા આપતા અને હવે જી-હજુરી કરાવે છે
બોગસ બિલિંગ કરવા માટે જીએસટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓને ભેજાબાજો આંખ આડા કાન કરવા માટે હપ્તા આપે છે. આ દરમિયાન તેઓની વચ્ચે એટલી નિકટતા આવી ગઇ છે કે હવે અધિકારીઓ આવા ભેજાબાજો, માથાભારે શખ્શોના બંગલે પડ્યા પાથર્યા રહે છે. તેના કારણે પ્રમાણિક, નિષ્ઠાવાન કર્મચારીઓનું મોરલ પણ ડાઉન થઇ રહ્યું છે.

ભાવનગરના નિલેશ ભાણાને શોધવા તંત્ર કસરત કરે છે !
તા.7 જુલાઇથી ભાવનગરમાં સ્ટેટ જીએસટીની રેડ ચાલુ થઇ હતી તે શનિવારે પણ માધવ કોપર લિમિટેડમાં ગેરરીતિઓ શોધવા અને તેને સંલગ્ન લોકોની તપાસમાં લાગેલી હતી. માધવ ગ્રુપના નિલેશ ભાણાને શોધવા માટે સ્ટેટ જીએસટી કસરત કરી રહ્યું છે, પરંતુ ચાર દિવસના અંતે પણ તેઓના ભાગે નિરાશા જ આવી છે. ભાણો ભૂગર્ભમાં ઉતરી ગયો છે, તંત્ર શોધી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...