તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:માધવ કોપરના નિલેશ પટેલનું પગેરૂ દબાવવા સ્ટેટ GSTની કવાયત તેજ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ GST વિભાગ દ્વારા ભાવનગર, તળાજામાં પણ તપાસ કરાઇ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં થતી ગેરરીતિઓ સામે સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગર ખાતે ગત બુધવારથી આરંભેલી દરોડાની કાર્યવાહી સતત સાતમા દિવસે ચાલુ રહી હતી. માધવ કોપર લિમિટેડની ખોટી વેરા શાખનો આંકડો 136 કરોડે પહોંચ્યો છે. જ્યારે અન્ય કૌભાંડી અફઝલ સાદીકઅલી સવજાણીના વધુ બે દિવસના રીમાન્ડ ચાલુ છે.

કૌભાંડી અફઝલ સવજાણીની આગવી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે, અને જો અફઝલ વટાણા વેરી દેશે તો અનેક લોકોના પગ તળે રેલા પણ આવી જશે તેવી બોગસ બિલિંગના ભેજાબાજો ઉપરાંત સ્થાનિક જીએસટીના અધિકારીઓ, કર્મચારીઓમાં પણ દહેશત છે.

માધવ કોપર લિમિટેડના નિલેષ પટેલ ફરાર થઇ ગયા છે, અને જીએસટી તંત્ર પણ કોઇપણ પ્રકારે તેને હાજર કરાવવા માટે મથી રહ્યું છે. ભાવનગરમાં નાની-નાની બાતમીઓના આધારે પણ રેડમાં સામેલ અધિકારીઓએ શોધખોળ આદરી હતી.

દરમિયાનમાં માધવ કોપર લિમિટેડ પરના દરોડા, અફઝલ સવજાણીની પુછપરછ દરમિયાન મળેલ ડેટાના આધારે સોમવારથી ભાવનગર અને તળાજામાં 9 સ્થળોએ ચકાસણી કરવામાં આવી રહી છે. ભાવનગરમાં જીએસટી તંત્ર દ્વારા ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નિલેષ ભાણાની ભાળ મેળવવા ભાવનગર ઉપરાંત સુરતમાં પણ સંભવિત સ્થળો પર વોચ રાખવામાં આવી રહી છે. તંત્રનું ધ્યાન ભાણા તરફ કેન્દ્રીત છે.

અફઝલ સવજાણીના રીમાન્ડ ચાલુ છે, અને બુધવારે તેનો અંતિમ દિવસ છે. જીએસટીના અધિકારીઓ આગવી ઢબે તેની પાસેથી જીણી જીણી માહિતીઓ કઢાવી રહ્યું છે. અને આગામી દિવસોમાં અફઝલે વેરેલા વટાણાનો રેલોે ભાવનગરમાં અનેક લોકોના નીચે આવી શકે છે.

મિલકતો ટાંચમાં લેવાઇ, વધુ આકરા પગલા
માધવ કોપર લિમિટેડમાંથી ખોટી વેરાશાખ મળી આવી હોવાનો આંકડો 136 કરોડ સુધી પહોંચી ગયા બાદ હજુપણ તેની તપાસ ચાલી રહી છે. સોમવારે સ્ટેટ જીએસટી તંત્ર દ્વારા માધવ કોપર લિમિટેડની મિલકતો અને સ્ટોક ટાંચમાં લીધા હોવા છતા ફરારી નિલેષ પટેલ હજુ તંત્ર સમક્ષ હાજર નહીં થતા તંત્ર દ્વારા વધુ આકરા પગલા ભરવાનો સંકેત અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...