આયોજન:રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના માધ્યમિક સંવર્ગોની રાજય કારોબારીની ઘોષણા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અલગ-અલગ સંવર્ગની કરાયેલી રચના
  • રાજ્ય આચાર્ય સંવર્ગમાં ભાવનગરના ભાવિનભાઈ ભટ્ટને અધ્યક્ષ પદ સોંપાયું

મહેસાણા ખાતે માધ્યમિક સંવર્ગની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક સંવર્ગના અલગ અલગ સંવર્ગોની રાજ્ય કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ગ્રાન્ટેડ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય અને સરકારી માધ્યમિક વિભાગ અને સરકારી ઉ. મા.વિભાગની રાજ્ય કારોબારીની રચના કરવામાં આવી હતી.

માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ તરીકે રમેશભાઈ ચૌધરી (પાટણ) તથા મહામંત્રી તરીકે આર.પી.પટેલ (અમદાવાદ) , ઉચ્ચતર માધ્યમિક ના અધ્યક્ષ તરીકે મિતેશભાઈ ભટ્ટ (સાંબરકાઠા) તથા મહામંત્રી તરીકે કમલેશભાઈ પટેલ (ભાવનગર) , આચાર્ય સંવર્ગમાં અધ્યક્ષ તરીકે ભાવિનભાઇ ભટ્ટ (ભાવનગર) તથા મહામંત્રી તરીકે હરિહરસિંહ વાધેલા (બોટાદ) તેવી જ રીતે સરકારી માધ્યમિકમાં અધ્યક્ષ તરીકે વિજયભાઈ ખટાણા તથા મહામંત્રી તરીકે જીગ્નેશભાઇ પટેલ , સરકારી ઉચ્ચતર માધ્યમિકના અધ્યક્ષ તરીકે અનિલભાઈ રાઠવા (આણંદ) તથા મહામંત્રી તરીકે જયદેવભાઇ શિશાંગિયા-(જૂનાગઢ)ની ઘોષણા કરવામાં આવેલ.માધ્યમિક સંવર્ગમાં મંત્રી તરીકે ભાવનગરના તરુણભાઇ વ્યાસને પણ જવાબદારી આપવામાં આવેલ હતી. અગામી સમયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહેન્દ્ર કપૂર દ્વારા સંગઠનનો ઉદ્દેશ અને રાષ્ટ્રીય હિતમાં શિક્ષા , શિક્ષા કે હિત મે શિક્ષક અને શિક્ષક કે હિત મે સમાજ આ ઉદ્દેશને ચરિતાર્થ કરવા અને શિક્ષકોના હિતમાં સંગઠનનો વ્યાપ વધે તે પ્રકારે માર્ગદર્શન આપવામાં આવ્યું .

અન્ય સમાચારો પણ છે...