પરીક્ષાનું પરિણામ:રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું પરિણામ જાહેર

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • www.sebexam.org વિગતો મુકાઇ
  • પરીક્ષામાં જિલ્લાના 103 વિદ્યાર્થીઓને માધ્યમિક કક્ષાની સ્કોલરશીપ મળવાપાત્ર

ભાવનગર જિલ્લામાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તારીખ 17 ઓક્ટોબરના રોજ લેવાયેલી માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તારીખ 12 ડિસેમ્બરના રોજ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

www.sebexam.org વેબસાઇટ પર આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં આવેલા ભાવનગર જિલ્લાના 103 વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મેળવવા પાત્ર છે. આ બાબતે જે શાળાના બાળકો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માં થઈને મેરીટ માં આવ્યા છે તે શાળાના આચાર્ય કે સંચાલકોએ તાત્કાલિક બાળક અથવા તો તેના વાલીની પાસબુકની નકલ આઈ એફ એસ સી કોડ સાથે ખાતા નંબર સ્પષ્ટ દેખાય તે રીતે હાઈ લાઈટ કરી શાળાના ફોર્વડિંગ લેટર સાથે સાત દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ની પ્રાથમિક શાળામાં રજુ કરવા જણાવવામાં આવ્યું છે.

આ પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં મેરિટમાં આવનાર 103 બાળકો ની શાળાના નામ સાથેની યાદી http://deobhav.blogspot.com/ પર મૂકવામાં આવી છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરિટમાં આવનાર બાળકોની જ વિગતો તાત્કાલિક મોકલી આપવી પ્રાથમિક શિક્ષણની વિગતો મોકલવી નહિં જેની દરેક શાળાના આચાર્ય અને ખાસ નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારી એન. જી. વ્યાસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...