તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુદાન:સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર દ્વારા રૂ. 1 કરોડનું રાષ્ટ્ર સુરક્ષા ભંડોળમાં અનુદાન આપવામાં આવ્યું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાષ્ટ્ર માટે બીજી અનેક પ્રવૃતિઓ સ્વચ્છતા, અનુશાષન અને નાગરિક ધર્મને પણ દરેકે પ્રાધાન્ય આપવું - હસમુખ પટેલ

આજરોજ ડોક્ટર્સ હોલ ખાતે હસમુખ પટેલ, એડી.ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, પ્રિન્સીપાલ જીલ્લા ન્યાયાધીશ આર.ટી.વચ્છાણી, ડીડીઓ વરુણકુમાર તથા મેયર કીર્તિબેનની ઉપસ્થિતિમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર તથા જનાર્દન ભટ્ટ દ્વારા નેશનલ ડિફેન્સ ફંડમાં રૂ. 1 કરોડનો ચેક હસમુખ પટેલને અર્પણ કર્યો હતો.

રાષ્ટ્ર સુરક્ષા ભંડોળમાં એક કરોડ જેવી માતબર રકમ અનુદાન આપી રાષ્ટ્ર પ્રેમની શિક્ષા આપી

આ પ્રસંગે હસમુખ પટેલે તેમના ભાવનગર ખાતેના કાર્યકાળના સુખદ સંસ્મરણોનો ઉલ્લેખ કરી આ સંસ્કારી નગરીમાં રાષ્ટ્ર આરાધના અને ભારતીય સૈનિકોનું ઋણ અદા કરવા માટે જે મહાદાન પ્રવૃત્તિ ચાલી રહી છે તેને મુક્ત મને બિરદાવી તથા આ પ્રવૃત્તિ ભવિષ્યમાં સમગ્ર દેશને દોરવણી આપશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી. સાથે સાથે ટકોર કરી કે માત્ર આર્થિક મદદ કરીને સંતોષ માનવાનો નથી પરંતુ રાષ્ટ્ર માટે બીજી અનેક પ્રવૃતિઓ જેવી કે સ્વચ્છતા, અનુશાષન અને નાગરિક ધર્મને પણ દરેકે પ્રાધાન્ય આપવાનું છે. જનાર્દન દાદા અને બા પોતાની બચત નહીં રાખી રાષ્ટ્ર સુરક્ષા ભંડોળમાં એક કરોડ જેવી માતબર રકમ અનુદાન આપી રાષ્ટ્ર પ્રેમની શિક્ષા આપી છે.

આ પ્રસંગે જીલ્લા ન્યાયાધીશ આર.ટી.વચ્છાણી સમાજને દોરવણી આપતા કહ્યું કે દેશ પ્રત્યેનું ઋણ અદા કરવાના આ મહાયજ્ઞમાં સૌએ પોતાની રીતે આહુતિ આપવી જોઈએ જેથી સમગ્ર દેશ એકજુથ બને અને બહારના સંકટો સામે વધુ શક્તિશાળી બને. આ પ્રસંગે સમાજના પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહી ભાવનગરનું ગૌરવ વધાર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો