તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:આજથી શહેરમાં ઓટો રીક્ષા ચાલકોને ફ્રન્ટલાઈન વર્કર ગણી કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ કરાયો

ભાવનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ-19 રસીકરણનું આયોજન શહેરમાં ચાર સ્થળે કરવામાં આવ્યું
 • આધાર કાર્ડ તથા ઓટો રીક્ષાનું બેજ લઈને રસીકરણ કરાવવા માટે અપીલ કરાઇ

ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આજથી ઓટો રીક્ષા ચાલકોને ફ્રન્ટલાઈન વર્કર તરીકે ગણી તેઓનું કોવિડ-19 રસીકરણનું આયોજન શહેરમાં ચાર સ્થળે કરવામાં આવ્યું છે.

ઓટો રીક્ષા ચાલકોને ફ્રન્ટલાઈન વર્કર તરીકે ગણી તેઓનું કોવિડ-19 રસીકરણનું આયોજન શહેરમાં ચાર સ્થળે કરવામાં આવ્યું છે. જેમાં મલ્ટીલેવલ પાર્કિંગ ગંગાજળિયા તળાવ, શિવાજી સર્કલ, તરસમીયા, પ્લોટ નંબર 37, નુતન ભારતી સોસાયટી, મહાદેવ હોસ્પિટલ વાળો ખાંચો, આખલોલ જકાતનાકા વોર્ડ ઓફિસ અને શાળા નંબર 76, રક્ષેશ્વર મહાદેવ મંદિર સામે સવારના 9:00 થી બપોરના 1:00 સુધી ત્યારબાદ બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી ઓટો રીક્ષા ચાલકોને કોરોના વિરોધી રસી આપવામાં આવશે. આથી તમામ રિક્ષા ચાલકોએ આધાર કાર્ડ તેમજ ઓટો રીક્ષાનું બેજ લઈને રસીકરણ કરાવવા માટે અપીલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો