તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:આજથી શ્રાવણી પર્વ શ્રૃંખલાનો પ્રારંભ, આજે બોળચોથની ઉજવણી કરવામા આવી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘઉં-ધાનનો ત્યાગ કરી મહિલાઓએ ગાય-વાછરડાની પૂજા કરી

શ્રાવણી પર્વ શ્રૃંખલા સાતમ-આઠમ જેવાં મહાપર્વોની ઉજવણી નો આજથી આરંભ થયો છે. આજે બે તિથિની ભેગી ઉજવણી કરવાની હોવાથી મહિલાઓ આજે બોળચોથ ના પર્વ-વ્રત ની પરંપરાગત રીતે ઉજવણી કરશે.

શ્રાવણમાસ ના મહાપર્વોની હારમાળા નો આજથી આરંભ થશે આજે શાસ્ત્ર કથન-પંચાગ મુજબ બપોર સુધી ત્રીજ અને બપોર બાદ ચોથ બેસતી હોય અને આવતી કાલે પણ ચોથ તિથિ નો ભાગ હોય આથી બે દિવસ બોળચોથ પર્વની ઉજવણી કરવામાં આવશે. દંતકથા મુજબ આજે મહિલાઓ ઘઉંનો ભોજનમાં સમાવેશ નહીં કરે ઘઉં અને તેની બનાવટો નો ભોજનમાં ઉપયોગ લેવો નિષેધ હોય આથી રસોડે બાફેલાં મગ તથા રોટલા લાલ મરચાં ની ચટણી, મૂળા કાકડી નું સાત્વિક ભોજન આરોગશે તિથિ અનુરૂપ ગાય તથા વાછરડા નું પૂજન અને એ સબંધિત કથા-વાર્તા કરશે તથા ગાયના દૂધનો પણ ઉપયોગ આજના દિવસે વર્જિત ગણવામાં આવે છે સલાડ તથા ફ્રૂટ પણ છરી વડે કાપીને ખાવામાં નથી આવતું.

આવા પર્વોની વિશેષ ઉજવણી ગામડાઓમાં સવિશેષ જોવા મળે છે ગ્રામ્ય પ્રજા હિંન્દુ સંસ્કૃતિ-પરંપરા નું આજે પણ ખૂબ સારી રીતે પાલન કરી પર્વની ઉજવણી કરે છે મહિલાઓ ગાય-વાછરડા ની પૂજા કરી મગ-રોટલાનો પ્રસાદ ખવડાવે છે બે દિવસ સુધી ચોથ તિથિ હોવાના કારણે લોકો માં ચોથ ની ઉજવણી કયારે કરવીએ અંગે પણ અસમંજસતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...