તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરંભ:આજથી ઓનલાઇન શિક્ષણ સાથે શાળાઓમાં નવા સત્રનો આરંભ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડીડી-ગિરનાર ચેનલ પર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ
  • તા.7 જૂનથી18 જૂન સુધી પાઠ્યપુસ્તકો મળી જાય તે વ્યવસ્થા ગોઠવાશે

ભાવનગર સહિત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આવતી કાલ તા.7 જૂનને સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે. આ સાથે ધો.1થી ધો.9માં પ્રવેશ આપવાની કામગીરીનો પણ આરંભ શરૂ કરવાની રહેશે. શિક્ષણ ઓનલાઇન આપવાનું રહેશે.

શાળાઓમાં ધો.1થી ધો.9માં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પ્રવેશ આપવામાં આવે તે વિદ્યાર્થીઓની ડાયસમાં ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આ સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે નહી પણ ઓનલાઇન પદ્ધતિએ શિક્ષણ આપવાનું રહેશે. જે વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પુરા પાડવામાં આવે છે તેવા વિદ્યાર્થીઓને તા.7 જૂનથી તા.18 જૂન દરમિયાન પાઠ્યપુસ્તકો મળી જાય તે મુજબની વ્યવસ્થા દરેક શાળાએ ગોઠવવાની રહેશે. આ માટે સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરીને વિદ્યાર્થીઓને અેકત્ર કરવાના રહેશે નહી.

શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ પુસ્તકો મળી જાય તે મુજબનું આયોજન દરેક શાળાના આચાર્યએ કરવાનું રહેશે. આ સમય દરમિયાન મધ્યાહન ભોજન માટે કુકીંગ કોસ્ટ અને અનાજ વિતરણની વ્યવસ્થા ચાલુ રાખવાની રહેશે.

હાલની સ્થિતિને ધ્યાને લઇને કોઇ પણ વિદ્યાર્થીઓએ શાળામાં આવવાનું રહેશે નહી. પરંતુ તેઓને ઘરે બેઠા અભ્યાસક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃતિઓ મળી રહે તે મુજબ લર્નિંગની પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે. વિદ્યાર્થીઓને ઘરે બઠા લર્નિંગની પ્રક્રિયા ચાલુ રહી શકે તે માટે સાહિત્ય, ઓનલાઇન એજ્યુકેશન, મોબાઇલના ઉપયોગથી , માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી ટેલિવિઝનના માધ્યમ દ્વારા જરૂરી પ્રબંધ કરવાનો રહેશે.

આ હેતુસર જીસીઇઆરટી અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા ઓનલાઇન શિક્ષણ અંગે જે કોઇ સૂચનાઓ આપવામાં આવે તે મુજબનું શાળાઓમાં શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે. ડીડી-ગિરનાર ચેનલ પર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે. જેનું સમયપત્રક જીસીઇઆરટી ,અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે. તેની જાણ આચાર્યઓએ વિદ્યાર્થીઓને કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...