લાભ:ધોરણ 10ના શિષ્યવૃત્તિના ફોર્મ ઓનલાઇન પદ્ધતિએ ભરી શકાશે

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.10માં 70% કે તેનાથી વધુ ગુણ મેળવનારા છાત્ર શિષ્યવૃત્તિ માટે લાયક

વર્ષ 2021માં ધોરણ-10ની પરીક્ષામાં 70 ટકા કે તેનાથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ કે જેઓના વાલીની વાર્ષિક આવક રૂપિયા અઢી લાખ કે તેના કરતા ઓછી છે તેઓને ચાલુ વર્ષમાં ફેલોશિપ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો માટે આ યોજના અંતર્ગત સમયમર્યાદામાં પોર્ટલ પર દરખાસ્ત કરે અને વિદ્યાર્થીઓ તેનો મહત્તમ લાભ લે તે માટે કાર્યવાહીનો આરંભ કરાયો છે. શિષ્યવૃત્તિ ફેલોશિપના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.

આ માટે દરખાસ્ત કરવાની http://www.digitalgujarat.gov.in ના હોમ પેજ પર કરીને તમામ વિગતો ભરવાની રહેશે. ફોર્મ ભર્યા બાદ તમામ આધારો સાથે જોડીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આ પોર્ટલ પર અરજીની સાથે ધોરણ 10 ની માર્કશીટ આવકનો દાખલો જાતિ અંગેનું પ્રમાણપત્ર ભર્યા ની રીસીપ્ટ આધારકાર્ડ બેંકની પાસબુક વગેરે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. તે માટે ફોર્મ ભરતા પહેલા આ પોર્ટલ પર યોજનાની વિગતો જોઈ લેવા જણાવાયું છે આ માટેની તમામ સૂચનાઓ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર મૂકવામાં આવી છે તેમ ડીઇઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

આ યોજનામાં વધુમાં વધુ ગાયક વિદ્યાર્થીઓ લાભાર્થી બને તે માટે ઝડપથી કાર્યવાહી કરવા જણાવ્યું છે કે સમયસર માહિતી ન મોકલવા કારણે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ થી વંચિત રહેશે તો તેની જવાબદારી સંબંધિત સંસ્થાના આચાર્યની રહેશે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ એ તાકીદ કરી છે

અન્ય સમાચારો પણ છે...