વિરોધ:એસ.ટીના કર્મચારીઓએ દશ દિવસનો આંદોલન કાર્યક્રમ ઘડ્યો

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કનકસિહજી ગોહિલ, સદસ્ય, એસટી કર્મચારી સંકલન સમિતિ - Divya Bhaskar
કનકસિહજી ગોહિલ, સદસ્ય, એસટી કર્મચારી સંકલન સમિતિ
  • કર્મચારી મંડળે 23 પડતર મુદ્દાઓ માટે બાંયો ચડાવી
  • તા.8મી સુધીમાં નિરાકરણ નહી તો 9 થી 17 આંદોલન કાર્યક્રમ, 18 થી અચોક્કસ મુદ્દતથી માસ સીએલ પર ઉતરશે

વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતા ગત તા. 20/10/2021ના રોજ મ‌ળેલી બેઠકમાં લેખિત સમાધાન થયા બાદ પણ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા એસટી કર્મચારી મંડળોએ 23 પડતર પ્રશ્નો માટે બાંયો ચડાવી 10 દિવસનો આંદોલન કાર્યક્રમ ઘડ્યો છે.

એસટી નિગમના કર્મચારીઓના 23 પડતર પશ્નોને લઈને થયેલું આંદોલન પુનર્જીવિત થવા જઈ રહ્યું છે. ગત તા. 20/10/2021ના રોજ વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં મળેલી એસટી કર્મચારીની સંકલન સમિતિની બેઠકમાં લેખિત સમાધાન છતાં પડતર મુદ્દાઓનું નિરાકરણ નહી આવતા સ્થિગિત થયેલું આંદોલન ફરી પુનર્જિવિત થવા જઈ રહ્યું છે.

એસટી નિગમના કર્મચારીઓના 23 જેટલા પડતર મુદ્દાનું સમાધાન તા. 8/6 સુધીમાં નહી આવે તો તા. 9 થી 18 સુધીનો આંદોલન કાર્યક્રમ એસટી ત્રણેય કર્મચારી યુનિયને ઘડ્યો છે. જેમાં તા. 9 અને 10ના રોજ કાળી પટ્ટી ધારણ કરશે, 11 અને 12ના રોજ યુનિફોર્મ વિના ફરજ બજાવશે, 13 અને 14ના રોજ સુત્રોચ્ચાર, 14ના રોજ ટ્વિટર પર વિરોધ વ્યક્ત કરશે, 15ના રોજ કર્મચારીઓ પોતાના લોહીથી મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખશે. 17ની મધ્યરાત્રીથી એટલે કે તા. 18થી તમામ કર્મચારીઓ સ્વયંભુ અચોક્કસ મુદ્દત માટે માસ સીએલ ઉપર ઉતરશે.

સરકાર કે પ્રજાને બાનમાં લેવાનો કોઈ ઈરાદો નથી
આ આંદોલન થકી સરકારને પ્રજાને બાનમાં લેવાનો અમારો કોઈ ઈરાદો નથી અમે પણ નથી ઈચ્છતા કે એસટી સેવા બંધ થાય અને લોકો હેરાન થાય પરંતુ અમારા કર્મચારીઓ ટ્રીપ દરમિયાન હેરાન થાય છે. ગ્રેડ પે પણ સારો નથી તે સુધારા માટે પત્રો લખ્યા પણ કામગીરી પ્રગતીમાં છે તેવો જવાબ મળે છે. પડતર પ્રશ્નોના નિરાકરણ નહી આવતા અમે ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન કાર્યક્રમ આપીએ છીએ. -કનકસિહજી ગોહિલ, સદસ્ય, એસટી કર્મચારી સંકલન સમિતિ

અન્ય સમાચારો પણ છે...