આરોગ્ય પર ખતરો:એસ.ટી.પાણીનું પરબ કે રોગચાળાનું ઉદગમ સ્થાન

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરબ બન્યું ત્યારથી પાણીની ટાંકીની પણ સફાઈ કરી નથી, લીલ જામેલા ગ્લાસ, ગંદકી

ભાવનગર એસ.ટી સ્ટેન્ડ પર હાલમાં નવીનીકરણ ચાલતું હોવાથી મુસાફરોની સુવિધા માટે સરવન્ટ ઓફ ઈમામ હુસેન અસ કમિટી દ્વારા પાણીનું પરબ મુકવામાં આવ્યું પરંતુ એસ.ટી.વિભાગ દ્વારા પરબની સાર સંભાળ નહીં રાખતા લોકો ગંદું પાણી પી રહ્યા છે. જેને કારણે લોકોના આરોગ્ય પર પણ ખતરો છે.

ભાવનગર એસ.ટી.મથકમાં નવીનીકરણનું બાંધકામ ચાલી રહ્યું છે. જેને કારણે એસ.ટી.તંત્ર દ્વારા લોકોને પાણીની સુવિધા પણ પુરી પાડવામાં આવી ના હતી. ઉનાળાની બળબળતી ગરમીમાં મુસાફરો ભારે હેરાનગતિ ભોગવતા હતાં. જેથી સેવાની ભાવના સાથે સરવન્ટ ઓફ ઇમામ હુસેન કમિટી દ્વારા એસ.ટી.ડેપોમાં પાણીના પરબની સુવિધા ઉભી કરી એસ.ટી.તંત્રને સોપવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા પાણીના પરબની જાળવણીમાં ગંભીર બેદરકારી દાખવતા પરબ આસપાસ તો ગંદકીના ગંજ ખડકાયા છે. પરંતુ પાણીની ટાંકીની તો આજ સુધી એકવાર પણ સફાઇ કરી નથી. જ્યારે પાણીના ગ્લાસમાં તો લીલ જામી ગઈ છે.

આવી ખરાબ હાલત પાણીના પરબની છે. અને તંત્રની ગંભીર બેદરકારીને કારણે મુસાફરોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. કમિટી દ્વારા પરબની વ્યવસ્થિત જાળવણી માટે સંબંધિત અધિકારીને રજૂઆત પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...