તંત્રનો નિર્ણય:શિરડી અને જામજોધપુર જતી એસ.ટી.ની ટ્રીપો કેન્સલ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં વરસાદને પગલે એસટી તંત્રનો નિર્ણય
  • ડ્રાઈવર કંડક્ટરોને ક્લિયરન્સ મળ્યા બાદ આગળ વધવા સુચના

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે ઘણાં માર્ગો બંધ થયાં છે. સરકારના દરેક વિભાગો એલર્ટ મોડ પર છે ત્યારે ભાવનગર ડિવિઝન દ્વારા હાલ ભાવનગર-શિરડી અને ભાવનગર-જામજોધપુર રૂટોની ટ્રીપો કેન્સલ કરવામાં આવી છે.બે લાંબા રૂટની બસોની ટ્રીપને કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ઘણાં રસ્તાઓ બંધ હોવાથી ભાવનગર શિરડી રૂટની બસની ટ્રિપ કેન્સલ કરવામાં આવી છે જ્યારે બીજી તરફ જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ રેડ ઝોનમાં સામેલ થવાથી તકેદારીના ભાગરૂપે ભાવનગર-જામજોધપુર રૂટની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે.

જ્યારે અન્ય મોટા રૂટ બંધ થશે કે કેમ? તે અંગે નિગમ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જો વરસાદ વધશે તો અમુક રૂટ બંધ કરવામાં આવશે પરંતુ હાલ આ બે રૂટ જ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ ઓન રોડ રહેલા GSRTCના ડ્રાઈવરો અને કંડક્ટરોને પોતે તેમજ મુસાફરો સુરક્ષિત રહે તે પ્રમાણે આગળના પોઈન્ટ પર સંપર્ક કરી સ્થિતિનો તાગ મેળવી આગળ વધવા સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...