આંદોલન:એસ.ટી. કર્મીઓના પ્રશ્નો માટે મેદાનમાં: કાળી પટ્ટી દ્વારા વિરોધ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઠ દિવસ વિરોધ બાદ 7 ઓક્ટો. થી અચોક્કસ મુદ્દત માટે માસ.સી એલ. પર જવાની ચીમકી

એસ.ટી નિગમ નાં કર્મચારીઓના વર્ષોથી પડતર પડેલા પ્રશ્નો , એસ.ટી. નાં ખાનગીકરણ અને મેનેજમેન્ટ નાં નિર્ણય નાં લીધે કર્મચારીઓને થતી તકલીફ નાં પગલે હવે કર્મચારીઓની ધીરજ જવાબ દઈ રહી છે. જેના પગલે કર્મચારીઓ દ્વારા આંઠ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. આ અંગે સંકલન બેઠક પણ મળી હતી અને તા. 16 સપ્ટેમ્બર થી આંઠ દિવસ સુધી કર્મચારીઓ આ રીતે જ ફરજ બજાવશે તેમ નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન, ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ અને ગુજરાત એસ.ટી. મજદૂર મહાસંઘ દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે.

હાલમાં નિગમ ની ખાનગીકરણ ની નીતિ, મેનેજમેન્ટ નાં નબળા નિર્ણયો, એક્સપ્રેસ રૂટ માટે ખાનગી બસોને ભાડે લઈને સંચાલન માં મૂકવાનો તઘલખી નિર્ણય એસ.ટી. નાં કર્મચારીઓ માટે નિરાશાજનક છે. જુલાઈ 2019 માં એસ.ટી. નાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પાંચ ટકા વધારવામાં આવ્યું હતું. ઉપરાંત એરિયર્સની રકમ, સપ્ટેમ્બર નાં પેઇડ ઈન ઓક્ટોબર નાં પગારમાં આપવા, વર્ગ 4 નાં કર્મચારીઓને વર્ષ 2018-19 , 2019-20 નું એક્સગ્રસિયા બોનસ ચૂકવવા,ઓવર ટાઈમ પાછલી અસર સાથે આપવા, કંડકટર કક્ષામાં પગારની વીસંગતતા દૂર કરીને 7 માં પગાર પાંચ મુજબ સંકલન સમિતિ દ્વારા માંગવામાં આવેલ પે સ્કેલ આપવો, ડ્રાઈવર, કંડકટર, મિકેનિક કક્ષાના કર્મચારીઓને ભરતી - બઢતી માં સિસિસી પ્રમાણપત્ર ની જોગવાઈ રદ કરવા સહિત નાં પડતર પ્રશ્નોનો હજી સુધી કોઈ હલ આવ્યો નથી.

જેના પગલે તા. 16 સપ્ટે થી તા. 24 સપ્ટેમ્બર સુધી એસ.ટી. નાં કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. તા. 27 થી 1 ઓકટોબર સુધી રિશેશ દરમિયાન સ્વયંભૂ જોડાઈને સૂત્રોચ્ચાર કરશે. તા. 7 ઓકટોબર નાં 12 વાગ્યા પછી તમામ કર્મચારીઓ માસ.સી. એલ પર ઉતરી જશે. છતાં પણ જો પ્રશ્નોનો નિકાલ નહી થાય તો કર્મચારીઓ ની માસ સી.એલ. અચુક્કસ મુદ્દત સુધી લંબાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...