શિક્ષણ વિભાગ પર ખો:શાળાએ જવા વિદ્યાર્થીઓને ફ્રી પાસની યોજનામાં ST નાપાસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માસ પહેલાં સરકારે વિદ્યાર્થીઓ માટે એસટી બસમાં ફ્રી પાસની જાહેરાત કરી હતી
  • ભાવનગરના ગત સત્રમાં 7797 વિદ્યાર્થીઓના પાસ ઈશ્યુ થયેલા, નિગમે શિક્ષણ વિભાગ પર ખો આપી

રાજ્ય સરકાર દ્વારા આશરે ત્રણ માસ પહેલાં વિદ્યાર્થીઓ માટે ભણવાના હેતુ માટે કરવામાં આવતી મુસાફરીમાં ફ્રી પાસની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ગામડામાંથી શહેરમાં અભ્યસ કરવા જતી વિદ્યાર્થીનીઓ માટે આ યોજના અમલી હતી. જે બાદ હવે વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નવુ સત્ર શરૂ થયાં બાદ વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ પાસ કઢાવવા જઈ રહ્યાં છે પરંતુ મધ્યસ્થ કચેરીથી કંઈ સુચના નથી આવી તેવું કહી રવાના કરી દેવામાં આવે છે. આ અંગે નિગમનો સંપર્ક કરતા નિગમે શિક્ષણ વિભાગને ખો આપી દીધી છે.

રાજ્યમાં અભ્યાસ માટે અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓ માટે ફ્રી પાસની સુવિધા ઘણાં સમયથી અમલી છે. તેવી જ રીતે આશરે ત્રણ મહિના પહેલા વિદ્યાર્થીઓ માટે પણ એસટીમાં ફ્રી પાસની યોજનાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ નવુ સત્ર શરૂ થઈ ગયું હોવા ઉપરાંત એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને પરીક્ષા ચાલે છે પરંતુ આ યોજના હેઠળ ફ્રી પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓ જાય તો તેમને હજુ મધ્યસ્થ કચેરીએથી કોઈ સુચના આવી નથી તેવું કહેવામાં આવે છે. ઉપરાંત 15 જુન પછીથી વિદ્યાર્થી રાહત પાસ કાઢવાની કામગીરી શરૂ થશે તેથી વિદ્યાર્થીઓ પુરી ટીકિટ અથવા મુસાફરીમાં 50% રાહતની યોજના લાભ લે છે.

પાસથી મુસાફરી કરતા વિદ્યાર્થી
ભાવનગરમાં એસ.ટી. દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપાતી પાસની આ યોજના હેઠળ કુલ 7797 વિદ્યાર્થીઓ લાભ મેળવે છે જેમાં 82.5% રાહત આપવામાં આવે છે. જ્યારે 3664 વિદ્યાર્થીનીઓને 100% રાહત આપવામાં આવે છે. નોકરીયાતોને અપ-ડાઉન માટે 50% રાહત હેઠળ પાસ આપવામાં આવે છે. જે હેઠળ ભાવનગરમાં છેલ્લા 5 માસમાં 8764 મુસાફરોએ લાભ લીધો હતો. આમ વિદ્યાર્થીઓ માટે જિલ્લા મથકે કે તાલુકા મથકે અભ્યાસ માટે આ યોજના આશીર્વાદરૂપ છે.

સત્ર શરૂ થયા બાદ અમલીકરણ થશે
વિદ્યાર્થીઓ માટે ફ્રી પાસ શિક્ષણ વિભાગની યોજના છે. શિક્ષણ વિભાગ નિગમને રિપોર્ટ આપશે તે બાદ અમલીકરણ થશે. હાલ શૈક્ષિક સત્ર શરૂ થયું નથી, શરૂ થયાં બાદ અમલીકરણ થશે.
> એમ.એ.ગાંધી, MD-GSRTC

સત્રની તારીખ મુજબ પાસ નિકળે છે જે અમારે અપડાઉન માટે તો નકામો છે
ટર્મ ડેટ (સત્રની તારીખ) પુરી થઈ ગયા બાદ પાસ કાઢી આપતા નથી, નવી ટર્મ ડેટ જુલાઈથી આવશે ત્યારે પાસ કાઢી આપી છે. હાલ અમારે પરીક્ષા ચાલે છે. એટલે હું મુસાફર પાસ કઢાવીને આવું છું. મારી સાથે મારા મિત્રો પણ એ રીતે જ આવે છે. આના લીધે ઘણાં મિત્રો રૂમ રાખીને રહેવા આવી ગયા છે. ટર્મડેટ અલગ હોવાથી એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આ પાસ નકામો છે. > માધવ ગોહેલ, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...