તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસ વ્યવહારને અસર:ભાવનગરમાં આજથી રાત્રિ કફર્યૂનો અમલ થતા ST નિગમે રાત્રિના સમયે ઉપડતી અલગ અલગ રૂટની 62 બસ બંધ કરી

ભાવનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રિના સમયે ઉપડતી બસ 30 એપ્રિલ સુધી નહીં ઉપડે

ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સંક્રમણ ને કાબુ માં લેવા રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે, ત્યારે રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં આજ રાત્રિથી એસટી ડિવિઝન દ્વારા લાંબા રૂટની તમામ એક્સપ્રેસ બસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગર ડિવિઝનના 8 ડેપોની રાત્રી દરમ્યાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે, રાત્રે ઉપડતી લાંબા રૂટની કુલ 62 એક્સપ્રેસ બસ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.

જે રૂટની રાત્રી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે એવા સુરત, ભુજ, જામનગર, અમદાવાદ, બરોડા, દાહોદ, દિવ, હળવદ, ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, વલસાડ, માતા ના મઢ સહિત ના રૂટની બસ બંધ રહેશે, એસટી ડિવિઝન દ્વારા સાંજે 7 વાગ્યા બાદ ઉપડતી બસો બંધ કરવામાં આવી છે આ તમામ બસો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી જ મુસાફરી માટે ચાલુ રાખવામાં આવશે અને કરફ્યુ ના સમય દરમ્યાન 62 જેટલા રૂટની બસ બંધ રહેશે, જે અંગે ભાવનગર એસટી ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો