બસ સ્ટેન્ડ શોભના ગાંઠીયા સમાન:ડેડાણમાં ST બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં મુસાફરોને હાલાકી

ડેડાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાથી તુટેલુ બસ સ્ટેન્ડ શોભના ગાંઠીયા સમાન

ડેડાણ બાયપાસ બસ સ્ટોપનું 18 મહિનાથી બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં પડી રહ્યું છે. જે વાવાઝોડાથી તુટી જતા હાલ શોભના ગાંઠીયા સમાન ગણાતા, ગામલોકો માટે કાયદેસર સ્ટોપ હોવા છતાં હાલાકી ભોગવવી છે. ઉનાળા, ચોમાસામાં મુસાફરો કાગડોળે બસની રાહ જોતા હોય છે. તંત્ર તાત્કાલિક જાગી બસ સ્ટેન્ડ રીપેર કરે તેવી લોક લાગણી છે. ડેડાણ બાયપાસ બસ સ્ટોપનું નાનું બસ સ્ટેન્ડ વાવાઝોડું આવ્યા બાદનાં સમયથી ખંડેર હાલતમાં જોવા મળે છે.

ડેડાણથી ત્રણ રસ્તા ઉપર જતા વાહનમાં બેસવા માટે બસ સ્ટોપ જ્યાં પેસેન્જર બેઠા હોય ત્યાંથી બસ સહિતના વાહન નીકળતા હોય અને ત્યાં કાયદેસર સ્ટોપ આપવામાં આવ્યો છે તેવું બસ સ્ટેન્ડ અત્યારે ખંડેર હાલતમાં પડ્યું છે. અને ત્યાંથી જવા માટે મુસાફરો ઉનાળો કે ચોમાસાના સમયમાં ઉપરવાળાના આધાર ઉપર બેઠા હોય છે. 18 મહિનાઓ વિત્યા છતાં બસ સ્ટેન્ડ આ સ્થિતિમાં છે. છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. બસ સ્ટેન્ડ તાત્કાલિક રીપેરીંગ થાય તેવી માંગણી લોકોએ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...