આંખ આડા કાન:દર્દીનો ઈલાજ કરતી સર.ટી. હોસ્પિટલમાં જ દિવસોથી સડતો કચરો, દર્દીઓ માટે બીમારીને ખુલ્લુ આમંત્રણ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલના તંત્રનું આ બેદરકારી પર ભેદી મૌન
  • હોસ્પિટલ કેમ્પસમાં જ્યાં ત્યાં પડેલા કચરામાંથી ખાલી દારૂની બોટલો પણ મળી

ભાવનગરની એકમાત્ર સિવિલ હોસ્પિટલ સર.ટી. ખાતે રોજિંદા 1500 થી વધુ દર્દીઓ પોતાની સારવાર માટે આવે છે. આ તમામ દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ માં કેટલીક જગ્યાઓ પર કચરાના ઢગલા થયેલા છે. હોસ્પિટલ એવું સ્થળ છે જ્યાં દરદીઓનો ઈલાજ કરવામાં આવે છે. ત્યારે દિવસો સુધી સડતો કચરો બીમારીને આમંત્રણ આપવા જેવું છે. આ કચરામાં કેટલીક દારૂ ની બોટલ પણ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે ત્યારે કચરામાં સરેઆમ દારૂની બોટલ મળવી ખૂબ શરમજનક બાબત છે. આ મુદ્દે હોસ્પિટલ તંત્ર એ ભેદી મૌન સેવ્યું છે. છતાં દિવસો સુધી કેમ્પસ માંજ કચરો પડ્યો રહે તે સાફ સફાઈ માં કેટલું મોટું છીંડું છે તે હકીકત છતી કરે છે.

હોસ્પિટલ જેવી જગ્યાઓ પર સાફ સફાઈ નું સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે. પરંતુ સર.ટી. ખાતે હોસ્પિટલ કેમ્પસ માં જ કચરાના ઢગ થયેલા છે. આ કચરો એક બે દિવસ માં ભેગો થયેલો હોય તેવું પણ નથી. કેટલાય દિવસોથી અહીં કચરો નાખવામાં આવી રહ્યો હોય અને સાફ સફાઈ ન થઈ રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હોસ્પિટલ તંત્ર જાણે હજી ઊંઘમાં હોય તેમ ખાલી દારૂની બોટલો પણ કચરામાં જોવા મળી છે.

કચરાનું ત્રણ જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલનાં કેમ્પસ માં જ સડવું દર્દીઓના સ્વાસ્થ્ય માટે હાનીકારક તો છે જ સાથેસાથે તેમાં દારૂની બોટલ મળવી દુઃખ જનક બાબત છે. હોસ્પિટલ તંત્રએ આ બેદરકારી પર મૌન સેવ્યું છે ત્યારે વાત આટલેથી અટકતી નથી પરંતુ પ્રશ્નો ઊભા કરે છે.

અન્ય સમાચારો પણ છે...