તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:ભાવનગર ગ્રામ્યના વરતેજ, કરદેજ અને કમલેજમાં વધેલા સંક્રમણ પર કાબૂ મેળવવા સ્વયંભૂ લોકડાઉન જરુરી

ભાવનગર4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકોને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવા તંત્રએ અપીલ કરી

ભાવનગર ગ્રામ્યના વરતેજ, કરદેજ અને કમલેજ ગામમાં કોરોનાનું સંક્રમણ વ્યાપક બન્યું છે. તેને ધ્યાનમાં રાખી આ ગામના લોકો બહાર જવાનું ટાળે તેમજ સ્વયંભૂ ચુસ્ત લોકડાઉન પાડે તે સમયની તાતી જરૂરિયાત છે.ભાવનગર શહેર તથા ગ્રામ્યમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત-દિવસ તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત કોરોનાના વધેલા કેસોને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલ, કોવીડ કંટ્રોલ સેન્ટર તથા આઈસોલેશન સેન્ટરની પણ મોટા પાયા પર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારી તે અત્યારના સમયમાં પોતાની ચરમસીમાએ છે અને મોટા પ્રમાણમાં લોકો તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે,ત્યારે લોકો પોતાની સાથે પોતાના આસપાસ રહેલા કુટુંબીજનો તથા ગામ લોકોને પણ સુરક્ષિત રાખવા માટે પ્રયત્ન કરે તે ખૂબ જરૂરી છે.

જો આમ નહીં કરવામાં આવે તો ધીમે -ધીમે કોરોનાનું સંક્રમણ ખૂબ મોટા પાયા પર ફેલાશે અને તેના ખૂબ માઠા પરિણામ આપણે સૌએ ભોગવવા પડશે. તંત્ર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને વિવિધ નિયંત્રણ દ્વારા આ મહામારીને કંટ્રોલ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં મોટા પાયા પર કોરોનાની સારવાર માટેના બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગઈકાલે કોરોનાથી થોડાં સ્વસ્થ થયેલા લોકોને આઈસોલેશનમાં રાખવાં માટે લેપ્રસી હોસ્પિટલ ખાતે 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘોઘા ખાતે 25 બેડની કોરોના કેર સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આમ દિવસે -દિવસે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી વ્યાપક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. પરંતુ દેશના એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આપણે જાતે પોતાની જાતને તેમજ પોતાની આસપાસના લોકોને પણ તેનું પાલન કરવા માટે સમજાવીએ લોકો પણ તંત્રને આ માટેનો પૂરતો સહયોગ આપે તે જરૂરી છે.

સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જરૂરી તમામ મદદ, સગવડ તથા સહાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લામાં સંક્રમણ ન વધે તેમજ કોરોનાને નિયંત્રિત કરી શકાય તે માટે લોકો પોતાની જાત પર નિયંત્રણ રાખવા સાથે બહાર ન નીકળે, સ્વયભુ લોકડાઉનની સ્થિતિ જાળવે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે સમયનો તકાજો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો