મતદાન:મતદાર ઓળખ સ્થાપિત થતી હોય તો સ્પેલિંગની ભૂલોને ધ્યાનમાં લેવી નહિ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મતદાન માટે વૈકલ્પિક ફોટો ડોકયુમેન્ટ પણ માન્ય ગણાશે
  • મતદાર ફોટો ઓળખપત્રમાં​​​​​​​ થયેલી કારકૂની ભૂલો અને સ્પેલિંગમાં ભૂલો વગેરેને ધ્યાનમાં નહિ લેવા જણાવાયું

વિધાનસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે મતદાર ફોટો ઓળખપત્રની બાબતમાં જો મતદારની ઓળખ મતદાર ફોટો ઓળખપત્ર દ્વારા સ્થાપિત કરી શકાતી હોય તો તેમાં થયેલી કારકૂની ભૂલો, સ્પેલિંગમાં થયેલી ભૂલો વગેરેને ધ્યાનમાં લેવી નહિ. મતદાર અન્ય વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી દ્વારા ઇસ્યુ કરેલુ મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરે તો, આવું મતદાર ફોટો ઓળખપત્ર ઓળખ માટે ત્યારે જ સ્વીકારવામાં આવશે, જ્યારે મતદાર મતદાન માટે જે મતદાન મથકે ગયા હોય તેની મતદારયાદીમાં મતદારનું નામ નોંધાયેલ હશે.

ફોટોગ્રાફમાં અસામ્યતાને જો કારણે મતદારની ઓળખ સ્થાપિત કરવી શક્ય ન હોય તો, મતદારે ચુંટણી પંચ દ્વારા જણાવેલ વૈકલ્પિક ફોટો ડોકયુમેન્ટમાંથી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે. આવા ડોકયુમેન્ટમાં આધારકાર્ડ,મનરેગા હેઠળ આપવામાં આવતા જોબકાર્ડ,બેન્ક/ પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબૂક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ,પાનકાર્ડ, એન.પી.આર. અન્વયે આરજીઆઈ દ્વારા આપવામાં આવતા સ્માર્ટકાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર/રાજ્ય સરકાર/ જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલ ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સાંસદ સભ્યો/ધારાસભ્યો/વિધાન પરીષદનાં સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, યુ.ડી.આઇ.ડી. કાર્ડ/ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ કાર્ડનો ઉપયોગ કરી મતદાર પોતે મતદાન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...