તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:કોરોનાની સાથે વેક્સિનેશનમાં ઝડપ : 1.23 લાખને રસીકરણ

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જિલ્લામાં અત્યાર સુધી 31 ટકા લક્ષ્યાંક સિદ્ધિ હાંસલ

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસની ઝડપ બેકાબૂ થયા બાદ હવે સારા સમાચાર એ છે કે કોરોના સામે કોવિશિલ્ડ રસી માટે પણ જાગૃતિ વધી છે. ભાવનગર જિલ્લા કક્ષાએ આજ સુધીમાં કુલ 1,23,211 લાભાર્થીઓએ કોરોના રસીકરણ કરાવી લીધું છે જે કુલ લક્ષ્યાંકના 31 ટકા થાય છે.

આ રસીકરણમાં 45થી 60 વચ્ચેના કોમોરબિડ તેમજ 60 વર્ષથી વધુના સિનિયર સિટિઝનનો સમાવેશ થાય છે. ભાવનગર જિલ્લામાં 45થી 60 વર્ષ વચ્ચેના કોમોરબિડ દર્દીઓની સંખ્યા 8159 છે જ્યારે સિનીયર સિટિઝનોનની સંખ્યા 3,89,431 છે આ બન્ને મળીને કુલ લક્ષ્યાંક 3,97,590નો થાય છે. અને તે પૈકી કો-મોરબિડમાં 42723 અને સિનિયર સિટિઝન્સમાં 80,488 મળી કુલ 1,23,211 લાભાર્થીને રસીકરણ અપાતા કુલ 31 ટકા લક્ષ્યાંક સિદ્ધિ જિલ્લામાં રસીકરણમાં મળી છે. હવે કોવિશિલ્ડ રસીકરણમાં બીજો ડોઝ 42 દિવસના સમયગાળા બાદ લેવાનો રહેશે. એપ્રિલ મહિનાથી રસીકરણમાં ઝડપ વધી છે જેથી લક્ષ્યાંકસિદ્ધી પણ વધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો