તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસુવિધા:કોરોનાના કહેરને કારણે ભાવનગર રેલવે મંડળ દ્વારા વિશેષ ટ્રેનો રદ કરાઈ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાત્રિયોની ઓછી સંખ્યા અને કોવિડની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

ભાવનગર રેલવે મંડળની કેટલીક વિશેષ ટ્રેનો આગળની સૂચના સુધી રદ કરવામાં આવી છે. યાત્રિયોની ઓછી સંખ્યાને કારણે અને કોવિડની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડના નિર્દેશ મુજબ આગળની સૂચના સુધી પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક વિશેષ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રદ થવાની વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 09071/09072 સુરત-મહુવા-સુરત સ્પેશિયલ 5 મી મે, 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

2. ટ્રેન નંબર 09260 ભાવનગર-કોચુવેલી સ્પેશિયલ 4 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

3. ટ્રેન નંબર 09259 કોચુવેલી-ભાવનગર સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

4. ટ્રેન નંબર 09293 બાંદ્રા-મહુવા સ્પેશિયલ 5 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

5. ટ્રેન નંબર 09294 મહુવા-બાંદ્રા સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સમાં ઘટાડો થયો

ટ્રેન નંબર 02972 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ અઠવાડિયામાં ત્રણ દિવસ (સોમવાર, બુધવાર અને શુક્રવારે) અને ટ્રેન નંબર 02971 બાન્દ્રા-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ અઠવાડિયામાં ત્રણ દિવસ (ગુરુવાર, શનિવાર અને સોમવારે) આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09217 બાંદ્રા-વેરાવળ સ્પેશિયલ અઠવાડિયામાં ત્રણ દિવસ (મંગળવાર, ગુરુવાર અને શનિવારે) અને ટ્રેન નંબર 09218 વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ અઠવાડિયામાં ત્રણ દિવસ (બુધવાર, શુક્રવાર અને રવિવારે) આગળની સૂચના સુધી ચાલશે.

યાત્રિયો સ્પેશિયલ ટ્રેન વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો