ગ્રામસભા:બાપૂની 152મી જન્મ જયંતિ નિમિત્તે જલ જીવન મિશન અંતર્ગત ભાવનગર જિલ્લામાં ખાસ ગ્રામસભાનું આયોજન

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓએ વિવિધ ગામોમાં ગ્રામસભામાં સહભાગી થયાં
  • તા.1 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે

રાષ્ટ્રપિતા ગાંધીબાપુની 152 મી જન્મ જયંતિના અવસરે સમગ્ર ભાવનગર જિલ્લામાં ગામેગામ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ કરદેજ ગામ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવાએ ઘોઘા તાલુકાના વાળુકડ ગામે તેમજ જિલ્લાના વર્ગ- 1 અને વર્ગ-2 ના અધિકારીઓએ વિવિધ ગામોમાં ગ્રામસભામાં ગ્રામોદય માટે સહભાગી થયાં હતાં. ગાંધી જયંતિ - 2021 નિમિત્તે ‘’જલ જીવન મિશન’’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કરદેજ ગામ ખાતે વિશેષ રૂપે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ ગ્રામસભામાં ગ્રામજનોને જણાવ્યું કે, આજે બાપુની 152મી જન્મજયંતિના અવસરે આપણે તેમના સત્ય, અહિંસા, કરુણાના સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત કરીએ. બાપૂને સ્વચ્છતા અત્યંત પ્રિય હતી. તેમના જન્મદિવસે આપણે આપણી આસપાસના વાતાવરણને, ગામને સ્વચ્છ રાખીએ, સ્વચ્છતા જાળવવાથી ગામમાં રોગચાળાનું પ્રમાણ ઘટશે અને આપણે સારું સ્વાસ્થ્ય મેળવી શકીશું. આજના દિને સંકલ્પ લઈને મારુ ગામ, સ્વચ્છ ગામ, નિર્મળ ગામના શપથ લઇએ તે જ બાપુને સાચી આદરાંજલિ છે.

વધુમાં જણાવ્યું કે, જો ગામનો વિકાસ થશે, તો જ દેશનો વિકાસ થશે. આજે નાણાંપંચથી લઈને અનેક યોજનાઓના લાભ સીધેસીધા ગામમાં પહોંચે છે. જેથી ગામ લોકો પોતાની રીતે, પોતાની જરૂરીયાત આધારિત વિકાસ કરી શકે છે. જો ગામ લોકોના સહકારથી અને એકતાથી આયોજનપૂર્વક કામનું આયોજન કરવામાં આવે તો ગામની કાયાપલટ થઈ જાય,આપણા દેશમાં પંચાયતી તંત્રમાં ગ્રામ પંચાયત એ પાયાનો એકમ છે. ગામ લોકોને ખ્યાલ છે કે ગામ માટે શું જરૂરી છે ? કઈ રીતે વિકાસ કરી શકાય ? આ માટેનો તેમની પાસે જ્ઞાન અને અનુભવ પણ છે અને તેના આધારે તેઓ ગામના વિકાસની દિશા નક્કી કરી શકે છે.

ગ્રામ સભાએ ગામનાં વિકાસ કરવામાં મહત્વનો ફાળો ભજવે છેઆ તકે જિલ્લા કલેક્ટર યોગેશ નિરાગુડેએ જણાવ્યું હતું કે, ગ્રામ સભાએ ગામનાં વિકાસ કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. ગ્રામ સભા થકી ગામ લોકોમાં રહેલ વિચારો બહાર આવે છે. તે વિચારને કેવી રીતે અમલીકરણ કરી શકાય તે અંગે અનુભવીઓ સાથે ચર્ચાઓ કરી ગામને વિકાસની દિશા તરફ આગળ વધારી શકીએ છીએ. બાપુના વિચારોને આચરણમાં મુકતાં જિલ્લામાં તા.1 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.ગામને સ્વચ્છ, સુઘડ બનાવવાં માટે આપણે સૌ સાથે પ્રયત્ન કરીશું.

વિદ્યાર્થીનીઓને બાપુ વિશેના પુસ્તકની ભેટ પણ આપી જિલ્લામાં ભારે વરસાદને કારણે મચ્છરજન્ય રોગચારો ન વધે તે માટે સફાઈને પ્રાધાન્ય આપી કચરાનો નિકાલ કરીશું જેને કારણે આપણે વાહકજન્ય રોગોને પણ નિયંત્રિત કરી શકીશું તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. જે લોકો હજુ કોરોનાની રસી લેવાથી બાકી છે તે લોકો પણ ઝડપથી રસીકરણ કરી લે તે માટેની અપીલ પણ કરી હતી. કલેક્ટરએ ગામની વિદ્યાર્થીનીઓને બાપુ વિશેના પુસ્તકની ભેટ પણ આપી હતી.

ટાઈડ ગ્રાન્ટનો ઉપયોગ કરવાની માહિતી આપવામાં આવીઆ ગ્રામસભાઓમાં દરેક ગ્રામ પંચાયતમાં પાણી સમિતિની ફરજિયાત રચના તેમજ 50 ટકા મહિલા અનામતની જોગવાઈની રચના, પાણી સમિતિના કાર્યો અને ફરજો વિશે ચર્ચા, ગ્રામ કક્ષાએ વિકાસના કામો અંગેનું સ્થાનિક ભાષામાં માહિતી દર્શાવતું બેનર લગાડવું, ગ્રામ પંચાયતમાં પાણી માટે આગામી પાંચ વર્ષનો વિલેજ એકશન પ્લાન તૈયાર કરવો, પાણી પુરવઠાની યોજનાઓનું આયોજન અને અમલીકરણની ચર્ચાઓ, ગ્રે વોટર મેનેજમેન્ટ ની જાણકારી આપવી અને અમલ, હર ઘર જલ અને નલ સે જલ યોજનાની જાણકારી, દરેક ઘરને સો ટકા નળયુક્ત જોડાણ સાથે કરવાનું લક્ષ્ય રાખીને આયોજન, પાણી, સ્વચ્છતા અને ચોખ્ખાઈનું મહત્વ અને સમજણ, ગામની નજીકમાં ઉપલબ્ધ જળ ગુણવત્તા ચકાસણી પ્રયોગશાળાની માહિતી, 15 મા નાણાપંચ હેઠળ પાણી અને સ્વચ્છતા માટે ટાઈડ ગ્રાન્ટનો ઉપયોગ કરવાની માહિતી આપવામાં આવી હતી.

કોવિડ-19 અંતર્ગત 100 ટકા વેક્સિનેશન અને તે સબંધે થયેલ આનુષાંગિક કામગીરીની વિગતવાર ચર્ચાઓ, વતન પ્રેમ યોજનાની જાણકારી, 15માં નાણાપંચમાંથી થઈ શકે તેવા કામો અને માર્ગદર્શિકાથી માહિતગાર કરી, સ્વચ્છતાલક્ષી જાગૃતિ કાર્યક્રમો કરવા, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ વર્ષ 2022-23 ના કામો ના આગોતરા ભૌતિક અને નાણાંકીય આયોજન અને કામોની ચર્ચાઓ તેમજ ‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ 75 વર્ષ નિમિત્તે લોકભાગીદારીથી સ્વચ્છતાને લગત વિવિધ કામગીરીઓ નક્કી કરી તેનું આયોજન કરવા જેવી કામગીરીની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ ડાંગર, સરપંચ વાલાભાઇ ડાંગર, મેડિકલ ઓફિસર, તલાટી કમ મંત્રી સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...