તા.5 જૂનનો દિવસ વિશ્વભરમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પર્યાવરણના મામલે લોકોમાં જાગૃતિ લાવવાના ભાગ રૂપે તા.5 જૂનને રવિવારે સાંજે 4.30 કલાકે સંગીતની સૂરાવલી સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન હિમાલયા મોલ ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજનની મુખ્ય થીમ ગ્રીન ભાવનગર, ક્લિન ભાવનગર રાખવામાં આવી છે. જેમાં 1000 જેટલા વૃક્ષોના રોપાનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે.
હિમાલયા મોલના વેન્યુ પાર્ટનર સાથે યોજાનારા આ કાર્યક્રમમાં ક્વિઝ સ્પર્ધા પણ યોજવામાં આવી છે. સાથે આ ઉજવણી અંતર્ગત વૃક્ષના 1000 રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત આ ક્ષેત્રના તજજ્ઞ વિક્રમભાઇ બારૈયા દ્વારા વૃક્ષ તથા વૃક્ષના ઉછેર વિષે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપવામાં આાવશે. સાથે પર્યાવરણ વિષે પણ ઉપયોગી જાણકારી આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.