એએસપી સફીન હસનને ભાવનગરની સર ટી. હોસ્પિટલ સહિત પાંચ સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કર્યાં છે અને અડધી કલાકમાં તે બ્લાસ્ટ થવાના હોવાનો કોલ ગત તારીખ 5/5/2022ના રોજ આવ્યો હતો. અજાણ્યા નંબર પરથી આવો કોલ આવતા શહેરની પોલીસ અને બોમ્બ સ્કોર્ડની ટીમ દોડતી થઈ હતી અને આ સમગ્ર સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આરોપી મોબાઈલ લોકેશનના આધારે ઝડપાયો
પરંતુ કહી શંકાસ્પદ ધ્યાને આવ્યુ ન હતું. જે બાદ પોલીસે આ કોલ કરનાર અમરેલીના શખ્સને મોબાઈલ લોકેશનના આધારે કાળીયાબીડ ભગવતી સર્કલ પાસેથી પોલીસે ઝડપી લીધો હતો. માનસિક રીતે ડિસ્ટર્બ આ શખ્સ ઝડપાયા બાદ પોલીસ સમક્ષ ચોધાર આસુએ રડ્યો હતો.
પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
હું પાકિસ્તાનથી બોલું છું અને મેં ભાવનગરની સર ટી. હોસ્પિટલ, ઘોઘા સર્કલ, વિરાણી સર્કલ, કાળિયાબીડ તથા ગંગાજળિયા તળાવમાં બોમ્બ પ્લાન્ટ કર્યાં છે જે અડધી કલાકમાં બ્લાસ્ટ થશે તેવો એએસપી સફિન હસને ગત તા. 5/5ના રોજ અજાણ્યા નંબર પરથી કોલ આવતા શહેરની પોલીસ તથા બોમ્બ સ્કોર્ડ દ્વારા આ પાંચેય સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ પોલીસને કંઈ શંકાસ્પદ હાથ નહી લાગતા પોલીસે રાહત નો શ્વાસ લીધો હતો.
આરોપીને પોતાની ભૂલ સમજાય
બીજી તરફ જે નંબર પરથી ફોન આવ્યો હતો તે સ્વિચ્ડ ઓફ થઈ ગયો હતો. જે બાદ પોલીસે આ ફોન કરનારા મયંક જગદીશભાઈ મહેતા (રહે. ગજેરાપરા, અમરેલી, મુળ. ઢસા, હાલ રહે. કાળિયાબીડ)ને ભગવતી સર્કલ પાસેથી ઝડપી લીધો હતો. ઝડપાયેલો શખ્સ માનસિક ડિસ્ટર્બ હોવાનું તથા કાળિયાબીડમાં આવેલી ખાનગી હોસ્ટેલમાં નાની મોટી વસ્તુઓ લાવવાનું પટ્ટાવાળા તરીકેનું કામ કરતો હતો. ઝડપાયા બાદ પોતાની ભૂલ સમજાતા પોલીસ સમક્ષ તે ચોધાર આસુંએ રડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.