વિશેષ:ફાજલ ટ્રેનો ભાવનગર લંબાવવા તંત્ર ઉદાસીન

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા અંતરની ટ્રેનો માટે ભાવનગર સ્ટેશન સંપૂર્ણ સાનુકુળતા છતા રેલવે તંત્રનું મૌન
  • ઇલેકટ્રિફિકેશન​​​​​​​, બોટાદ-અમદાવાદ લાઇન શરૂ થઇ ગઇ હોવા છતાં અન્યાય

ભાવનગર રેલવે ડિવિઝનમાં ઇલેકટ્રિફિકેશનનું કામ પૂર્ણ થઇ ચૂક્યુ છે, કાર્યરત થઇ ચૂક્યુ છે. બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ લાઇન ચાલુ થઇ ચૂકી છે. અમદાવાદમાં લાંબા અંતરની ટ્રેનો પેન્ડિંગ પડી રહેતી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવા માટે તામામ બાબતે સાનૂકુળતા હોવા છતા રેલવે તંત્ર દ્વારા ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે.

ભાવનગર લાબા સમયથી લાંબા અંતરની ટ્રેન ઝંખી રહ્યું છે. અગાઉ બોટાદથી અમદાવાદ વચ્ચે મીટરગેજ લાઇન હતી, તેથી ભાવનગરને રાહ જોવરાવવામાં આવતી હતી. પરંતુ હવે ભાવનગર-અમદાવાદ વાયા બોટાદ બ્રોડગેજ લાઇનથી જોડાઇ ચૂક્યુ છે. ઉપરાંત ભાવનગર રેલવે ડિવિઝનમાં ઇલેકટ્રિફિકેશન કામગીરી પણ પૂર્ણ થઇ અને ટ્રેનો ચાલુ થઇ ચૂકી છે.

સમગ્ર દેશના મહત્વપૂર્ણ સ્થાનો માટેની લાંબા અંતરની ટ્રેનો અમદાવાદ સાથે જોડાયેલી છે. અમદાવાદમાં ટ્રેનની રેક રાખવાની પણ સમસ્યાઓ સર્જાઇ રહી છે. જ્યારે ભાવનગર ટર્મિનસ છે, અહીં સમસ્યા નહીંવત્ છે. અમદાવાદથી દેશના મહત્વપૂર્ણ શહેરો, પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળોને જોડતી ટ્રેનો ફાળવવામાં આવેલી છે. ભાવનગરને કશું નવું આપવાની પણ જરૂરીયાત ઉભી થઇ શકે તેમ નથી. માત્ર અમદાવાદમાં લાંબા અંતરની અને ફાજલ પડી રહેતી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવામાં આવે તો ભાવનગર રેલવે ડિવિઝન તળે આવતા તમામ ગામના મુસાફરોને તેનો ફાયદો મળી શકે તેમ છે.

હાલ ભાવનગરના મુસાફરોને દેશના મહત્વપૂર્ણ સ્થળોએ રેલમાર્ગે જવા માટે અમદાવાદ અથવા વડોદરાનો વિકલ્પ અપનાવવો પડે છે, અને તેના માટે ભાવનગરથી ત્યાં સુધીની મુસાફરી સડકમાર્ગે કરવી પડે છે. તેના બદલે ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવે તો ભાવનગરની મુસાફર જનતાને અનુકુળતા મળી શકે તેમ છે. આ અંગે ભાવનગર માટે પશ્ચિમ રેલવેએ સકારાત્મ નિર્ણય લેવા જરૂરી છે.

ભાવનગરમાં બ્રોડગેજ સુવિધા શરૂ થયા બાદ વખતોવખત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતી લાંબા અંતરની ટ્રેનો ભાવનગરને આપવા કે ભાવનગર સુધી લંબાવવા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આનો કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...