તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:ધો.12માં 13 મેએ SP અને ભૂગોળનું પ્રશ્નપત્ર લેવાશે, સંગીત વિષય પરીક્ષા 21મેએ સવારે લેવાશે

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ટાઈમટેબલમાં 24 કલાકમાં બોર્ડે કર્યો ફેરફાર, અર્થશાસ્ત્રનું પેપર 15મી મે એ બપોરે લેવાશે

હજી તો ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા તારીખ 10 મે થી 25 મે સુધી લેવાનો કાર્યક્રમ જાહેર કર્યાના 24 કલાક વિત્યા નથી ત્યાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. બોર્ડ દ્વારા આજે જણાવ્યું છે કે વહીવટી અનુકૂળતા ખાતર તારીખ 13 મેના રોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સવારે સેક્રેટરીયલ પ્રેકટીસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર વિષયની પરીક્ષા લેવાશે જ્યારે બપોરના સમયે ભૂગોળ વિષયની પરીક્ષા લેવામાં આવશે.

અગાઉ ૧૩ મી અર્થશાસ્ત્રની પરીક્ષા હતી. હવે નવા કાર્યક્રમ મુજબ અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા તારીખ 15 મેના રોજ બપોરના સેશનમાં લેવાશે. જ્યારે 21 મેના રોજ સવારે સંગીત સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા લેવાશે. આ ફેરફારનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ને ખાસ નોંધ લેવા બોર્ડના નાયબ નિયામકે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો