સારવાર:RVT ની અત્યાધુનિક સારવાર દ્વારા નવજાત શિશુનું જીવન બચાવી લેવાયુ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 500 ગ્રામના વજન સાથે જન્મેલા બાળકને સારવાર અપાઇ
  • નવજાત શિશુને ડૉ. પ્રકાશ વાઘેલાના નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં RVTની સારવાર અપાઇ

ભારતમાં હવે RVTની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ થઈ છે. આર.વી.ટી.ની અત્યાધુનિક સારવાર દ્વારા નવજાત શિશુનું જીવન બચાવી લેવાયાનો એક કિસ્સો ભાવનગરમાં બન્યો હતો જેમાં 500 ગ્રામના નવજાત શિશુને RVTની અત્યાધુનિક સારવાર ડૉ. પ્રકાશ વાઘેલાના નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આપવામાં આવી હતી.ચોહલા ગીતાબેન રણજીતભાઈને પાંચ વર્ષના લગ્નજીવન બાદ પ્રેગ્નન્સી રહી કમનસીબે સાડા પાંચ મહિને 22 અઠવાડિયાએ પ્રસુતિ કરાતા બાળકનો જન્મ થયો ત્યારે વજન 500 ગ્રામ હતુ જેની બચવાની શક્યતા બહુ જ ઓછી હોય છે.

કમનસીબે નવજાત શિશુને RENAL VEIN THROMBOSIS (RVT) થયું જેનું નિદાન અને સારવાર તેના માટે ચેલેન્જ હોય છે પરંતું એડવાન્સ RENAL DOPPLER અને ANTI-COAGULANT LMWHની સારવારથી નવજાત શિશુ સ્વસ્થ થયું. આ સારવાર નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલની ટીમના ડૉ. પ્રકાશ વાઘેલા, ડૉ. ચિરાગ ગાબાહી, ડૉ. જતીન રાજ્યગુરુ અને ડૉ.હિરલ માંગુકિયા અને નર્સિંગ સ્ટાફે દિવસ રાત મહેનત કરી 60 દિવસની સારવાર પછી રજા આપવામાં આવી હતી જયારે રજા અપાઇ ત્યારે એટલે કે તા.1-6-22 ના 1.800 કિ.ગ્રા.વજન સાથે બાળકનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...