તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નિવૃત પોલીસના પુત્રોએ વડોદરા પોલીસ સાથે ઝપાઝપી કરી

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા માંજલપુર પોલીસના ચીટીંગના ગુન્હામાં ભાવનગરના નિવૃત એ.એસ.આઇના પુત્રનુ નામ હોઇ તપાસ અર્થે હેડ કોન્સ્ટેબલ ભાવનગર આવતા નિવૃત એ.એસ.આઇના પુત્રોએ બી ડીવીઝન પોલીસ મથકમાં જ માંજલપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો સર્ટ ફાડી નાખી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરતા પોલીસે બન્ને ભાઇઓની ધરપકડ કરી છે.

વડોદરા માંજલપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અમરદિપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ તથા માંજલપુર પોલીસ સ્ટાફ 2019ના ચિટીંગના ગુન્હાના કામે ભાવનગર આવેલ અને ભાવનગર જુની પોલીસ લાઇન ખાતે રહેતા આશીષ લાલજીભાઇ કોળીનુ આ ગુન્હામાં નામ ખુલેલ હોય તેને તપાસ અર્થે બી ડીવીઝન પોલીસ મથક લઇ જતા આશીષ તથા તેનો ભાઇ તથા ભાવેશ લાલજીભાઇ કોળી બી ડીવીઝન આવી હેડ કોન્સ્ટેબલ અમરદિપસિંહ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી તેમનો સર્ટ ફાડી નાખી ફરજમાં રૂકાવટ કરતા બન્ને શખ્સોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બન્ને આરોપીઓ નિવૃત ટ્રાફીક એ.એસ.આઇ લાલજીભાઇ કોળીના પુત્રો હોવાનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...