ઠગાઇ:કોળીયાકના સોની પિતા-પુત્ર સુરતથી અઢી કરોડના દાગીના લઇ થયા રફૂચક્કર

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરતમા માં શકિત જવેલર્સના નામે કતારગામમાં શો રૂમ શરૂ હતો

મુળ કોળીયાકના અને વર્ષોથી સુરતમા સોનાના દાગીનાની દુકાન ચલાવતા સોની પિતા-પુત્ર એ ગ્રાહકોને જુના સોના સામે નવી ડિઝાઇન બનાવી આપવાની લાલચ આપી તેમજ સોની વેપારીઓથી સોનાની ખરીદી કરી કુલ રૂ. અઢી કરોડની છેતરપીંડી આચરી રફૂચકકર થઇ ગયા છે.

સુરતમાં મજુરાગેટ ખાતે રહેતા વેપારી રાજેશભાઇ મહેન્દ્રુકમાર ઘોકા એ આરોપીઓ દિલીપ જયંતીલાલ સોની તથા તેનો પુત્ર વિશાલ દીલીપભાઇ સોની વિરૂધ્ધ સુરતના કતાર ગામ પોલીસ સ્ટેશનમા નો઼ધાવેલ ફરિયાદમા જણાવાયું છે કે તેઓ છેલ્લા 15-16 વરસથી નવાપુરા ખાતે અરૂણ ચેઇન વેપાર ધંધો કરે છે. છેલ્લા 10 વરસથી આ કામના આરોપી દિલીપ જયંતીલાલ સોની કે જે મા શકિત જવેલર્સ ના માલીક છે. તથા તેમનો પુત્ર વિશાલ દીલીપભાઇ સોની કતારગામ ખાતે દાગીના વેચાણનો ધંધો કરતા હોય તેમની પાસે સોનાના દાગીના લેવા આવતા હતા.

ગત તા.21/10/2020 ના રોજ રાજેશભાઇ તેમની દુકાને હાજર હતા તે વખતે વિશાલે તેજના મોબાઇલમા઼થી ફરિયાદીના સેલ્સ હેડ તરીકે કામ કરતા તેમના પીતરાઇ ભાઇ પરેશભાઇ દલપતરાજ ઘોકાના મોબાઇલમાં ફોન કરી જણાવેલ કે તમારી પાસે સારી ડીઝાઇનનો સોનાના દાગીનાનો માલ હોય તો તાત્કાલીક લઇને આવો જેથી તેઓ કુલ 1347.690 ગ્રામ વજનની સોનાની જુદી જુદી ડીઝાઇનની ચેઇન લઇને દિલીપભાઇને ત્યા ગયેલા. અને પોતે બતાવેલી બધી ચેઇનો રાખી લીધેલ.અને તેમના વિશ્વાસમા આવી જઇ ઉપરોકત વજનની ચેઇનો તેમને જાંગડમા આપેલ.બાદમા તા.28/10 ના તેમની દુકાન બંધ હતી.

ઘરે તપાસ કરતા આખો પરિવાર તેઓની માલ મીલ્કત વેચાણ કરી કયાક ચાલ્યા ગયેલ હોવાનુ જાણવા મળેલ છે.આમ ઉપરોકત સોની વેપારી પિતા-પુત્રએ તેમની સાથે ઠગાઇ વિશ્વાસઘાત કર્યાનુ માલુક પડતા તેઓ વિરૂધ્ધ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે.

ટેમ્પોમાં બોરીવલી હાઇ વે પર પરિવાર સાથે ઉતર્યા
સોની પિતા-પુત્ર સોનાના દાગીના તેમજ પોતાની સુરતની તમામ માલ-મીલ્કતો વેચાણ કરીને પરિવાર સાથે રાતો રાત એટલે કે મોડી રાત્રે 1-30 કલાકે સુરતથી ટેમ્પો ટ્રેકસ ખાનગી વાહન લઇ મુંબઇ તરફ ભાગી ગયાનુ અને મુંબઇમાં બોરીવલી હાઇ-વે પર ઉતરી ગયા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...