પ્રતિબંધો:પાલિતાણામાં યોજાનાર કાર્તિકી પુનમના જૈન મેળા સંદર્ભે જાહેર કરાયેલા કેટલાક પ્રતિબંધો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિર્થનગરીમાં મંગળવારે યોજાનાર મેળામાં ઉમટી પડશે જૈન યાત્રીકો
  • ટ્રાફીક નિયમન જાળવવા કેટલાક માર્ગો એક માર્ગીય કરાયા

આગામી તા.8 ને મંગળવારે કાર્તિકી પુનમનો જૈન મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસર પાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં તા.7 અને તા.8-11-22 (દિન-2) માટે વાહન પાર્કીંગ ન કરે તે માટેનું “નો પાર્કીંગ” નું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં વાહનો પાર્કીંગ ન કરવા નો પાર્કીંગ ઝોન જાહેર કરેલ છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે પાન, મસાલા, ગુટકા, તમાકું તેમજ ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ, બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

જયારે કાર્તિકી પુનમનો જૈન મેળામાં ટ્રાફિકનાં નિયમન અંગે એક માર્ગીય રસ્તા જાહેર કરવા અંગેનું જાહેરનામું બહાર પડાયુ છે જે અંતર્ગત ભાવનગરથી પાલીતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા ભારે વાહનોને ભાવનગર રોડ રેલ્વે ક્રોસીંગથી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઈ, સરદારનગર ચોકડી થઈ, ગારીયાધાર રોડ ત્રણ રસ્તા થઈ સિંધી કેમ્પ, મહાવીર પેટ્રોલ પંપ થઈને છેલ્લા ચકલા, પાલીતાણા હાઈસ્કુલ પાર્કીંગ મેદાન સુધી પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલીતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલપંપ માનસિંહજી હોસ્પીટલ છેલ્લા ચકલાથી પાલીતાણા હાઈસ્કુલ પાર્કીંગ મેદાન સુધી, પાલીતાણા હાઈસ્કુલથી આરીસાભુવન સામે થઈ સાદડી ભુવન ધર્મશાળા સામે થઈ ભીલવાડા ઘઈ વકર વાસ, લાવારીસ એસ.ટી.સ્ટેન્ડ, ઓવરબ્રીજ ઉપરથી થઈ સીધા જ બજરંગદાસ બાપા ચોકી થઈને બહાર જવાનું રહેશે. પાલીતાણા હાઈસ્કુલથી છેલ્લા ચકલા સુધી કોઈ વાહન પરત આવી શકશે નહીં કે પાર્ક કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...