તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓમાં ફફડાટ:સોલિડ વેસ્ટની પ્લાસ્ટિક ડ્રાઈવ એક દિવસમાં રૂ.64600નો દંડ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લારી ગલ્લાથી માંડી હોલસેલ સુધી તપાસ
  • સરકારે ગાઈડ લાઈનનો ધોકો પછાડતા તેરે તેર વોર્ડમાં એક સાથે પ્લાસ્ટિક ડ્રાઇવ, 139 વેપારીઓ ઝપટમાં આવી ગયા

સરકારે ધોકો પછાડી આજે તા.6ના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટિક ડ્રાઈવ કરવાની સુચના આપતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ તેરે તેર વોર્ડમાં દોડતી થઈ હતી અને કુલ 139 વેપારીઓ પાસેથી 49 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.64600નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેથી ઓલો અધિકૃત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

સરકાર દ્વારા પણ આ બાબતે ગંભીરતા નહીં આજે પ્લાસ્ટિક ડ્રાઈવ કરવાની આપેલી સુચના મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કાર્યપાલક ઇજનેર જયેશ સોમપુરા અને સેનેટરી ઇન્સપેક્ટરની ટીમે તેરે તેર વોર્ડમાં આજે ચેકિંગ કરી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને દંડ ફટકાર્યો હતો લારી ગલ્લા, કરિયાણાની દુકાન અને હોલસેલ વેપારીઓ પાસેથી પણ પ્લાસ્ટિક જપ્ત કરી દંડ ફટકાર્યો હતો.

આજે એક જ દિવસમાં કુલ 139 વેપારીઓ પાસેથી 49 કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.64600 દંડ સ્વરૂપે વસુલ કર્યા હતા. પ્લાસ્ટિક ડ્રાઈવ દરમિયાન પણ નગરસેવકો હજુ નવા નિશાળિયા હોવાને કારણે અધિકારીઓ પર વેપારીઓને દંડ નહીં ફટકારવા અથવા ઓછો દંડ કરવા સતત પ્રેસર કરવામાં આવતું હતું.

ઘોઘાસર્કલ, ચિત્રામાં અસરકારક, કુંભારવાડામાં 0 કામગીરી
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે કરેલી પ્લાસ્ટિક ડ્રાઈવની કામગીરીમાં સૌથી વધુ વોર્ડ નંબર 1 ચિત્રા ફુલસર નારી અને વોર્ડ નંબર 13 ઘોઘાસર્કલ અકવાડામાં રૂ.6500 ની દંડનીય કામગીરી કરી હતી. જ્યારે કુંભારવાડા વોર્ડમાં એક પ્લાસ્ટિકનું ઝબલું પણ મળ્યું ન હોય તેમ 0 કામગીરી કરવામાં આવી છે. ઘોઘાસર્કલ વોર્ડમાં સૌથી વધુ 10 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...