કોર્ટનો નિર્ણય:બોગસ બિલિંગ કેસમાં સોહિલ પિરવાણીના આગોતરા નામંજૂર

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફોનિક્સ ટ્રેડલિંક થકી 7.89 કરોડની ખોટી વેરાશાખનો કેસ
  • SGSTએ કર્યુ હતુ સર્ચ : ભાવનગર સેશન્સ કોર્ટનો નિર્ણય

આર્થિક ગુનાઓની સતત વધતી જતી સંખ્યા વચ્ચે ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા બોગસ બિલિંગ કેસમાં સામેલ સોહિલ કાદરભાઇ પિરવાણીના આગોતરા જામીન નામંજૂર કરાયા છે. 14મી સપ્ટેમ્બરના રોજ ફ્લેટ નં.401, ઝુબિન-3 એપાર્ટમેન્ટ, શિશુવિહાર ભાવનગર ખાતે સ્ટેટ જીએસટી દ્વારા બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ મેળવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ફોનિક્સ ટ્રેડલિંક દ્વારા સ્ક્રેપ, મેટલ, વેસ્ટ પેપરનો વ્યવસાય દર્શાવવામાં આવ્યો હતો.

સર્ચ દરમિયાન ખરીદ-વેચાણના રિપોર્ટના દસ્તાવેજો, ચેકબૂક, પેનડ્રાઇવ, મેમરી કાર્ડ જેવી વસ્તુઓ મળી આવી હતી.તંત્ર દ્વારા સોહિલ પિરવાણીને બે વખત સમન્સ પાઠવી હાજર થવા માટે જણાવવામાં આવ્યુ હતુ, પરંતુ તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. અને તેઓના દ્વારા ભાવનગરની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી.

સરકારી વકીલે દલીલો રજૂ કરી હતી કે, અગાઉ ડિસેમ્બર-2018માં 1.67 કરોડના બોગસ બિલિંગ પ્રકરણમાં પેઢીનું રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યુ હતુ. સપ્ટેમ્બર-2021માં કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં મળી આવેલા દસ્તાવેજોને આધારે 7.89 કરોડની કરચોરી હોવાનું પ્રાથમિક અંદાજમાં જણાઇ આવ્યુ હતુ અને વધુ તપાસ ચાલી રહી છે. આરોપીની પુછપરછ કરવી જરૂરી હોવાથી તથા 5 કરોડથી વધુની કરચોરીનો કેસ હોવાથી ગુન્હો બિનજામીનપાત્ર હોવાનું જણાતા 5મી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા સોહિલ પિરવાણીના આગોતરા જામીન ફગાવી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...