તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારવાદ:ટિકીટમાં કપાતા નેતાઓના સગાની પસંદગી સામે સોશિયલ મીડિયા વોર

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કપાતા નેતાઓના ભાઈ-ભત્રીજા-પુત્ર-પત્નીને ટિકિટ આપવા સામે વિરોધ
 • ભાજપમાં ત્રણ ટર્મથી ચૂંટાતા અને 60 વર્ષ ઉપરનાને ટિકિટ નહીં આપવાના નિર્ણયથી ભડકો

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોર્પોરેશનની ચુંટણીને લઈ ઉમેદવારો માટે બહાર પાડેલા ક્રાઈટ એરિયામાં ત્રણ ટર્મ અને 60 વર્ષથી ઉપરના તો ઉમેદવાર ઈચ્છુકોને કાપ્યા પરંતુ પરિવારવાદને નાથવાના પ્રદેશ અધ્યક્ષના પ્રયાસ માટે ભાવનગર ભાજપમાં ભારે દ્વિધા ઉભી થઈ છે. જે પૂર્વ નગરસેવકોને કાપ્યા તેના પરિવારજનોને ટિકિટ આપવાની સક્રિય ગતિવિધિઓને કારણે ભાજપમાં જ આંતરિક મતભેદ ઉભા થયા છે અને સોશિયલ મિડીયા પર મેસેજનો મારો પણ ચાલ્યો છે. કોર્પોરેશનની ચુંટણી સંદર્ભે પ્રદેશ ભાજપના અધ્યક્ષે જાહેર કરેલી પક્ષની ગાઈડ લાઈનને અનુસરવા ભાવનગર શહેર ભાજપ દ્વારા પાર્લામેન્ટરી સમયે જ તાબડતોબ ફેરફાર કરી પેનલમાં બદલાવ કર્યો હતો.

પરંતુ પ્રદેશ અધ્યક્ષની માર્ગદર્શિકા મુજબ પરિવારવાદ નાથવા કોઈ નેતા કે ચુંટાયેલાના પરિવારમાંથી ટિકિટ નહીં આપવાના નિર્ણયનું પાલન કરવું અઘરૂ થઈ પડ્યું હતું છતાં પાર્લામેન્ટરીમાં યાદી તો આપીને આવ્યા જેમાં ઘણાં પૂર્વ નગરસેવકોના પુત્ર, પત્ની સહિતનાનો સમાવેશ થયો હોવાનું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. પરંતુ તે બાબતે ભાવનગર ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષના નિર્ણયનું અમલ થશે કે અવગણના તેના પર સૌની મિટ મંડાઈ છે. પૂર્વ નગરસેવકોના પરિવારજનોને ટિકિટ આપવાની વાતને લઈ સોશિયલ મિડીયામાં પણ ઉમેદવાર તરીકે શક્યતાઓને લઇ પૂર્વ નગરસેવકોના પરિવારજનોના નામ જોગ મેસેજ ફરી રહ્યા છે. અને તે પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

કોના નામે સોશિયલ મિડીયામા મારો?

 • યોગીતાબેન પંડ્યાનો પુત્ર
 • કાંતાબેનનો ભત્રીજો
 • અનિલભાઈના પત્ની
 • ડી.ડી.ગોહેલના પત્ની
 • ગીતાબેનના પતિ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો