લમ્પી વાઈરસનો કહેર:ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 387 પશુઓ સંક્રમિત થયા, 20 પશુઓના મોત

ભાવનગર9 દિવસ પહેલા
  • જિલ્લામાં 10 ટીમો દ્વારા 31,851 પશુઓમાં રસીકરણ કરાયું

ભાવનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ વધ્યું છે અત્યાર સુધીમાં 387 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. જ્યારે ભાવનગર જિલ્લામાં 20 પશુઓના મોત નીપજ્યા છે જેમાં ગારીયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા અને તળાજા તાલુકામાં મોત નિપજયા છે.

ગારીયાધાર તાલુકામાં મોટી વાવડી અને સાતપડા ગામે એક-એક પશુઓના મોત
ભાવનગર જિલ્લામાં પશુઓમાં લંપી વાઈરસનું પ્રસરણ અટકે તે માટે પશુઓમાં સઘન રસીકરણ હાથ ધરવાની જરૂર છે અત્યાર સુધીમાં 31,851 પશુઓમાં રસીકરણ થયું હોવાનું જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારી કલ્પેશભાઈ બારૈયાએ જણાવ્યું હતું, હાલમાં રસીકરણ ચાલુ છે અને વધુમાં અત્યાર સુધીમાં ગારીયાધાર-5, ઉમરાળા -11, વલ્લભીપુર - 1, પાલીતાણા -1 તથા તળાજા -2 તાલુકાઓમાં પશુઓના મોત નિપજ્યું હોવાનું તેઓને જણાવ્યું હતું,

યુદ્ધના ધોરણે વ્યાપક સારવાર અને રસીકરણ કરવા સૂચના અપાઈ
આ મામલે પશુપાલન વિભાગ અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું કે, ગારીયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, તળાજા તથા ઉમરાળા તાલુકાઓમાં ઝડપી રસીકરણ કરવા આવશે, અને તેની આસપાસ વિસ્તારમાં કે જ્યાં રોગ જોવા મળ્યો છે ત્યાં યુદ્ધના ધોરણે વ્યાપક સારવાર અને રસીકરણ કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે, પશુપાલન વિભાગ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં રસીનો જથ્થો પહોંચતો કરવામાં આવી રહ્યો છે, હાલ, ભાવનગર માં 1,50,000 રસીનો જથ્થો ઉપલબ્ધ છે,

પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ
હાલ ચોમાસાની ઋતુમાં વધુ મચ્છર, માખી, ઇતરડી વગેરે ન ફેલાય તે માટે પશુઓના રહેઠાણની જગ્યાઓને ચોખ્ખી રાખવા પશુપાલકોને સમજ આપવાની આવી હતી, ભાવનગર જિલ્લાની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...