કાર્યક્રમ:હિંદુ ધર્મસેનાના કાર્યકરોની સંતોની નિશ્રામાં યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત
  • 15થી વધુ વરિષ્ઠ સંતોની ઉપસ્થતિમાં રામવાડી ખાતે સાંજે 5 કલાકે પુજન અને આશીર્વચન પાઠવવામાં આવશે

સમગ્ર હિન્દુસ્તાનમાં ત્રણ દસકાથી પણ વધુ સમયથી કાર્યરત અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના કે જેમાં હિંદુ ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન અને આસ્થાવાન લોકો દેશ- વિદેશમાંથી જાડાયેલા છે. આ હિન્દુ ધર્મસેનાના ભાવનગર શહેર જિલ્લાના કાર્યકર અને આસ્થાળુઓનું એક સ્નેહમિલન તથા આશીર્વાદ ગ્રહણ કાર્યક્રમ તા. 26ને શુક્રવારે સાંજે 5 કલાકે રામવાડી ખાતે યોજાશે.

સમિતિના ગુજરાત પ્રાંતના મહામંત્રી અને ભાવનગર તપસી બાપુની વાડીના મહંત શ્રી રામચંદ્રદાસજીએ આ અંગે જણાવ્યું છે કે, શુક્રવારે શહેર જિલ્લા અને રાજ્યના પંદરથી વધુ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં આ સ્નેહમિલનની સાથે સંતપુજન અને આ ધર્મપુરૂષોના આશીર્વાદનો કાર્યક્રમ યોજાશે. કાર્યકર ભાઈ-બહેનો અને શ્રધ્ધાળુઓને ઉપસ્થિતિ રહેવા જાહેર આમંત્રણ અપાયું છે. કાર્યક્રમમાં ધાર્મિક મર્યાદા મુજબના વસ્ત્રો પહેરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પણ રામચંદ્રદાસજીએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...