ક્રાઇમ:ઓકસીજનના 25 ખાલી બાટલાની તસ્કરી, સીસીટીવી કેમેરાને કપડુ ઢાંકી 5 શખ્સો 1,50,000 ના બાટલાની ચોરી કરી ગયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના આંબાચોક વિસ્તારમાં રહેતા મહેંદીરજા યુસુફઅલી મેઘાણી ઉર્ફે રાજુભાઇ મેઘાણી કે જેઓ ભારાપરા રોડ પર રોયલ કોર્પોરેશન નામે ઓકસીજનના સીલીન્ડરનો વ્યવસાય કરે છે. અને તેઓએ તેમના પ્લોટની તમામ દેખરેખ તેમના કારીગર પ્રવીણભાઇ મકવાણા રાખે છે. અને માલીક અઠવાડીયામા 4-5વખત જાય છે.

દરમ્યાન તેમના પ્લોટમા 100 જેટલા ઓકસીજનના ખાલી બાટલાનો સ્ટોક પડયો હતો અને ગત તા.12/9 ના રોજ એક વેપારી સાથે સોદો થતા તેને લેવા તેઓ ગયા તે વખતે ગણતરી કરતા 75 બાટલા મળ્યા હતા.અને 25 બાટલા જેની કિંમત રૂ.1,50,000 ની ચોરી થયાનુ માલુક પડતા તેમણે લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા કેમેરા પર કપડુ લગાવી 4-5 માણસો પ્લોટમા પ્રવેશ્યા હોવાનુ જણાયેલ. જે અંગે તેઓએ અલંગ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...