તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પ્લોટ વિસ્તારમાં આવેલા રહેણાકી મકાનમાં તસ્કરી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રોકડ અને દાગીના સહિત 1 લાખ 28 હજારના મુદ્દામાલની ચોરી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નવા મોણપર ગામના પ્લોટ વિસ્તારમાં આવેલા રહેણાકી મકાનમાં વહેલી સવારે અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા મળી કુલ 1 લાખ 27 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા,

મનસુખભાઈ હમીરભાઇ બાંભણિયા એ બગદાણા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે અમે પરીવાર સાથે અમારા ઘરે રાત્રે સૂતા હતા તે દરમિયાન મોટીરાત્રે ના કોઈ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ની ચોરી કરી કોઈ ઈસમ નાસી છુટ્યો હતો,

વધુમાં જણાવ્યું હતું કે અમે રાત્રે ઘરમાં સુતા હતા અને વહેલી સવારે 5:30 વાગ્યે અમારા ઘરનો ડેલો ખોલતા ખૂલેલ નહીં, અમારા રૂમનો દરવાજો ખોલતા ઘરની પાછળ ના ભાગે દીવાલ ઉપર સિમેન્ટ નું જાળીયું તૂટેલી હાલતમાં હતું, રૂમમાં જોયું તો કબાટ પણ ખુલ્લો હતો, કબાટ ની તિજોરીમાં રાખેલ રોકડા 55,000 તથા સોના-ચાંદીના દાગીના કી.રૂ. 72,000 કુલ કી.1,27,000 મતાની ચોરી કરી અજાણ્યા ઈસમ વિરુદ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો