તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સિહોર જીઆઇડીસીમાં આવેલી રોલીંગ મીલમાં તસ્કરો ત્રાટક્યા, રૂપિયા 3.22 લાખના રોલ્સની ચોરી થઇ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • રોલીંગ મીલની દિવાલમાં બાકોરુ પાડી ગત રાત્રિના સુમારે ચોરોએ ચોરી કરી

સિહોરના ઘાંઘળી રોડ પર જીઆઇડીસીમાં આવેલી રોલીંગ મીલની દિવાલમાં બાકોરુ પાડી ગત રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. લોખંડના પાઇપ બનાવવા માટે ઉપયોગમાં આવતી કુલ 47 નંગ લોખંડના રોલ્સ (ડાઇ) અંદાજે રૂપિયા 3.22 લાખની વસ્તુઓની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતા. જેમાં સિહોર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી છે.

કંપાઉન્ડની દિવાલમાં બાકોરા જેટલી ઈંટો ગોઠવેલી હતી

સિહોરના ઘાંઘળી રોડ પરની જીઆઇડીસી નંબર ચારમાં આવેલી હંસ ઈન્ડસ્ટ્રીઝ રોલિંગ મીલના મેનેજરે સિહોર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, 14 એપ્રિલના રોજ તેઓ ચેકિંગ કરવા નિકળેલા તે દરમિયાન કંપાઉન્ડની દિવાલમાં બકોરા જેટલી ઈંટો ગોઠવેલી હતી. જેથી શંકા ગઈ કે કોઈએ બકોરી પાડી પાછી ઈંટોને ગોઠવી દીધી છે.

મધ્યરાત્રીએ અજાણ્યા ચાર શખ્સો રોલ્સને બહાર લઈ જતા દેખાયા

જે બાદ સીસીટીવી ફુટેજ તપાસતા જાણવા મળ્યું કે, 14 એપ્રિલની મધ્યરાત્રીએ અજાણ્યા ચાર શખ્સો રોલ્સને બહાર લઈ જતા દેખાયા હતા. જે બાદ તપાસ કરતા માલુમ પડ્યું કે, રોલિંગ મીલના એક શેડમાંથી ગત રાત્રીના અલગ અલગ સાઈઝના રોલ્સ ( ડાઈ ) નંગ.47 જેનું કુલ વજન 1288 કિગ્રા છે. તથા જેની એક કિલોની કિંમત રૂ. 250 લેખે કુલ રૂ.3,22,000 ના રોલ્સની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતુ. આ બનાવની સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો