ચોરી:ભાવનગરના અલંગમાં પાન-મસાલાની દુકાનમાંથી તસ્કરો પાન-બીડી અને ટીવી ઉઠાવી ગયા

ભાવનગર22 દિવસ પહેલા
  • 35 હજારના મુદ્દામાલની ચોરી થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લાના અલંગ સોસિયા રોડ પર આવેલી એક પાન મસાલાની દુકાનના શટર તોડી અજાણ્યા શખ્સો LED tv, તમાકુ, પાન-મસાલા, સિગરેટના પેકેટ સહિત 35 હજારથી વધુના સામાન ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અલંગના ત્રાપજ ગામના રહેવાસી મહીપાલસિંહ વાળાની માલિકીની દુકાન અલંગ સોસિયા રોડ પ્લોટનંબર 29ની સામે આવેલ સંતકૃપા પાન કોર્નર તથા કોલ્ડ્રિંક્સ નામની દુકાન ગતમોડી રાત્રીના સમયમાં તસ્કરો ત્રાટકી દુકાનમાં રહેલ LED tv, તમાકુ, પાન-મસાલા, સિગરેટના પેકેટ સહિતના માલ-સામાનની ચોરી કરી અજાણ્યા શખ્સો પલાયન થઈ ગયા હતા, ગતરાત્રિના 2 થી 4ના ગાળામાં અજાણ્યા શખ્સોએ દુકાનના શટર તોડી દુકાનમાંથી એક LED tv, તમાકુ, સિગરેટના પેકેટ, સોપારી તેમજ રોકડા રૂપિયા રોકડા મળી કુલ 35 હજારથી વધુના સામાન ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

આ અંગે મહીપાલસિંહએ પોલીસને જાણ કરતા અલંગ પોલીસ સ્ટાફ તપાસ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે,

અન્ય સમાચારો પણ છે...