તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:મોટા ધાણા ગામે મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાનપેટીમાંથી અંદાજીત રૂ.85,000ની ચોરી થયાની પુજારીએ નોંધાવી પોલીસ ફરિયાદ

તળાજા તાલુકાના મોટા ધાણા ગામે આવેલ માતાજીના મંદિરમાં બે તસ્કરો ત્રાટકી મંદિરની દાનપેટી ઉઠાવી જઇ તેમાંથી રોકડની ચોરી કરી ગયાની ફરિયાદ મંદિરના પુજારીએ દાઠા પોલીસમાં નોંધાવી છે. આ અંગે મળતી વિગત મુજબ તળાજાના મોટા ધાણા ગામે રહેતા જસુગીરી વીરગીરી ગૌસ્વામીએ દાઠા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.14-9ના રોજ મોટા ધાણા ગામે આવેલ મોકળીયાણી માતાજીના મંદિરમાં કોઇ અજાણ્યા બે શખ્સો પ્રવેશ કરી મંદિરમાં રહેલ દાનપેટી ઉઠાવી જઇ તેમાંથી અંદાજે રોકડ રૂ.85,000ની ચોરી કરીને લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે દાઠા પોલીસે બન્ને અજાણ્યા ઇસમો સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ અંગે પુજારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે મંદિરના સી.સી.ટી.વી કેમેરા તપાસ કરતા રાત્રીના 2 વાગ્યા આસપાસ બે બુકાનીધારી શખ્સો મંદિરમાં પ્રવેશી દાનપેટી ઉઠાવીને મંદિરના પાછળના ભાગે લઇ ગયેલ જ્યાં દાનપેટી તોડી તેમાં રહેલ રોકડ લઇને રફુચક્કર થઇ ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો