તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:પાલિતાણામાં તસ્કરો લાખોના હીરા-રોકડ ઉઠાવી પલાયન

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કારખાનાની તીજોરી તોડીને હીરાની ઉઠાંતરી

પાલિતાણાના પોપડો વિસ્તારમાં આવેલ એક હીરાના કારખાનામાં કોઈ તસ્કરોએ ત્રાટકી લાખો રૂપિયાના હીરા તથા રોકડ રકમ ઉપાડી નાસી છૂટ્યા હતા. પાલિતાણાના પોપડો વિસ્તારમાં આવેલ હરેશભાઈ રવજીભાઈ જાદવની માલિકીના હીરાના કારખાનામાં ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ દરવાજો તોડી અંદર પ્રવેશી ઓફીસના ખુણામાં રાખેલ લોખંડની તિજોરી તોડીને તેમાં રાખેલ તૈયાર હીરા તથા રફ હીરા આશરે 215 કેરેટના કિંમત રૂા.7,80,000 તથા રોકડ રૂા.70,000 તથા ડી.વી.આર. કિંમત રૂા.5000 મળી કુલ રૂા.8,55,000ની કિંમતનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.

રૂટીન મુજબ કારખાનાના માલિક સવારે કારખાને આવતા તેને ચોરી થયાની જાણ થતા પાલિતાણા ટાઉન પોલીસને જાણ કરી હતી તથા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરી ફરિયાદ લીધી હતી. પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...