તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારના બંધ મકાનમાં 7 લાખની ચોરી કરી તસ્કરો પલાયન

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કરવા તસ્કરો એ અગાસીનું બારણું તોડી ઘરમાં પ્રવેશ કર્યો

ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં છેલ્લા ઘણાં દિવસોથી બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મકાન મલિક છેલ્લા 10 દિવસથી ધાર્મિક કાર્યકમ સબબ બહારગામ ગયા હોય અને ઘર બંધ હોય તેનો લાભ લઈ તસ્કરોએ ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડા સહિત 7 થી 8 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શિશુવિહાર ઝકરિયા સ્કૂલની સામે આવેલા મકાન સાજીદભાઈ નૂરના માલિકીનું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સાજીદભાઈ નૂર છેલ્લા 10 દિવસથી ધાર્મિક પ્રસંગે બહારગામ હોય અને તેમના પત્ની પિયર મુંબઈ ગયા હતા. એટલે ઘર ઘણા દિવસથી બંધ હતું, જેને લઈ તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરના પાછળના ભાગમાં ખુલ્લા પ્લોટ હોય ત્યાંથી દીવાલ ચડી ઉપર અગાસીમાં પ્રવેશ કરી અગાસીનું બારણું તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં બીજા માળે બંને રૂમો, ઓસરી, પેહલા માળે બંને રૂમો, ઓચારી, કિચન તમામ જગ્યાએ બધું વેર વિખેર કરી નાખ્યું હતું અને કબાટમાં રહેલ 20 તોલા જેટલું સોનું, 250 ગ્રામ જેટલી ચાંદી તથા રોકડા અંદાજે 70,000ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.

આરીફભાઈ કાલવા એ જણાવ્યું હતું કે શિશુવિહાર વિસ્તારમાં પ્લોટ નંબર 2608માં સાજીદભાઈ નૂરનું મકાન છેલ્લા 10 દિવસથી ધાર્મિક પ્રસંગે બહાર ગયા હતા તેમના ઘરે પાછળના ભાગથી ઉપર ચડીને અગાસી નું બારણું તોડી ને ઘરમાં પ્રવેશીયા હતા, 20 તોલા જેટલું સોનું, ચાંદી, અને રોકડા 70,000 અંદાજે સહિત 7 થી 8 લાખ રૂપિયા ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. હવે આવતીકાલે ઘરના માલિક આવે પછી સાચી ખબર પડે કે બીજું કેટલું ગયું છે, અત્યારે પોલીસ ને જાણ કરાતા એએસપી સફિન હસન, સી ડિવિઝન, બી ડિવિઝન તથા સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બનાવ ને લઈ એએસપી સફિન હસન, બી ડિવિઝન પોલીસ, સી ડિવિઝન પોલીસ સહિત નો પોલીસ કાફલો સ્થળે પહોંચી ને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...