તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સુરક્ષિત બચત માટે નાની બચતનો વિકલ્પ સર્વશ્રેષ્ઠ

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સહકારી બેન્કોની નાણાકીય સ્થિતિ જોયા બાદ જ રોકાણ કરવું
 • ઇન્કમ ટેક્સમાં બાદ મળે છે વ્યાજ કરમુક્તિનો પણ ફાયદો નાની બચત યોજનાઓમાં રોકાણથી મળે છે

ભારત સરકારની નાની બચત યોજના હેઠળ વ્યાજના દરોમાં ગઇ કાલે ઘટાડો કર્યા બાદ આજે એકાએક સરકારે આ વ્યાજના દરોમાં ઘટાડાને હાલ તુરત મોકૂફ રાખવાની જાહેરાત કરી કરી હતી. જો કે આગામી સમયમાં આ નાની બચતના વ્યાજદરોમાં ઘટાડો આવી શકે છે તેવો માહોલ છે ત્યારે સેવિંગ ડિપોઝીટ, એક વર્ષ, પાંચ વર્ષ સુધીની થાપણો, માસિક આવક યોજના, સિનિયર સિટિઝન બચત યોજના, નેશનલ સવિંગ સર્ટિફિકેટ, પબ્લિક પ્રોવિડન્ડ ફંડ યોજના, કિસાન વિકાસ પત્ર તથા સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાવેશ થાય છે. આ બાબતે ભાવનગરના કરવેરા-આવકવેરા ક્ષેત્રના નિષ્ણાત ભરતભાઇ શેઠ સાથે સૌરાષ્ટ્ર સમાચારે કરેલી પ્રશ્નોત્તરી.

પ્રશ્ન- વ્યાજદરમાં ઘટાડો આવે તો નાની બચતની યોજનામાં રોકાણ ઓછું થશે ?

જવાબ- આ તમામ યોજનાઓ ભારત સરકારની છે. આથી તેમાં કરાયેલું રોકાણ સંપૂર્ણ સુરક્ષિત છે. તેમજ એકટલીક યોજનાઓમાં વ્યાજ ઇન્કમટેક્સ કાયદા હેઠળ કરમુક્ત છે તથા અમુક યોજનામાં રોકાણ પર આવકવેરામાંથી પણ બાદ મળે છે. આમ, સુરક્ષિત રોકાણ કરવા ઇચ્છુક વ્યક્તિ નાની બચત યોજનામાંજ રોકાણ કરશે તેવું માનવાના અનેક કારણો છે.

પ્રશ્ન- નિવૃત્ત વ્યક્તીઓ તથા વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજની આવક જ જીવવા માટે આવકનું સાધન હોય છે તેવી સ્થિતિમાં વ્યાજની આવક ઘટે તો તકલીફ થાય તો વ્યાજની આવક વધારી શકાય તેવી યોજનાઓ જણાવશો ?

જવાબ- જે વ્યક્તિઓ ફક્ત વ્યાજની આવક પર જીવન નિર્વાહ ચલાવતા હોય ત.ઓ માટે વ્યાજનો દર ઘટાડો એ એક ગંભીર પ્રશ્ન છે. હાલમાં શેડ્યુઅલ બેન્કમાં પણ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજના દરોમાં ખુબ જ ઘટાડો થયો છે. સહકારી બેન્કોમાં વ્યાજનો દર અન્ય બેન્કોથી ઉંચો હોય છે પરંતુ સુરક્ષિત રોકાણ માટે સહકારી બેન્કોમાં રોકાણ કરવું કે કેમ તે બેન્કની નાણાંકીય સ્થિતિ તથા કાર્યશૈલી જોયા બાદ નક્કી કરી શકાય.

પ્રશ્ન- મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય રોકાણ કરી શકાય ?

જવાબ- મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ આધારિત હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ સીએમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન(એસઆઇપી) વિ. દ્વારા રોકાણ કરવામાં આવે છે. પરંતુ જ્યારે પૈસાની જરૂર હોય છે તે સંજોગોમાં જો માર્કેટમાં મંદી હોય કે શેર બજાર ડાઉન હોય ત્યારે ખુબ જ નાની રકમનું વળતર મળવા કે રોકેલી રકમથી પણ ઓછી રકમ મળવાની શક્યતા રહે છે. આથી મ્યુચ્યુઅલ ફંડોનો અભ્યાસ કર્યા બાદ જ રોકાણ કરવાની સલાહ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો