તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ભાવનગર-ઓખા ટ્રેન શરૂ કરવામાં રેલવે તંત્રની સુસ્તી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર-ઉધમપુર 18મી જુલાઇથી શરૂ
  • તાજેતરમાં મુસાફરો વધ્યા હોય પાલિતાણા, સુરેન્દ્રનગરની ટ્રેનની ફ્રિકવન્સી વધારવા માંગ

કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી ભાવનગર-ઓખા ટ્રેન દોઢ વર્ષ બાદ પણ શરૂ કરવામાં રેલવે તંત્ર દ્વારા સુસ્તતા દર્શાવવામાં આવી રહી છે. જ્યારે ભાવનગર-પાલિતાણા અને સુરેન્દ્રનગરની ટ્રેનોનો ફ્રિકવન્સી વધારવાની પણ જરૂરીયાત છે.

ટ્રેન નંબર 09207 ભાવનગર - ઉધમપુર સાપ્તાહિક વિશેષ 18 મી જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી રવિવારે સવારે 04.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.15 વાગ્યે ઉધમપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ઉધમપુર - ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ઉધમપુરથી 19 મી જુલાઇ, 2021 થી આગળની સૂચના સુધી સોમવારે 22.05 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 09.25 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ બેઠક માટેના આરક્ષિત કોચ રહેશે. આ ટ્રેન બંને દિશાઓમાં સિહોર, ધોલા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ જં., આમ્બલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાના જં., પાલનપુર જં., આબૂ રોડ, જોધપુર જં., ફલોદી જં., કોલાયત, લાલગઢ જં., મહાજન, સૂરતગઢ જં., પીલીબંગા, હનુમાનગઢ જં., મંડી ડબવાલી, ભટિંડા જં., ફરીદકોટ, ફિરોજપુર કેન્ટ, જલંધર સિટી જં., પઠાનકોટ જં. અને જમ્મૂ તવી સ્ટેશનો પર રોકાશે.

અન્ય સમાચારો પણ છે...