ટ્રેનિંગ પ્રોગ્રામ:શેવાળનાં વાવેતર -પ્રોસેસિંગ ટેકનો.માટે સ્કીલ ઇનીશિયેટીવ પ્રોગ્રામ, સેન્ટ્રલ સોલ્ટ દ્વારા કરાયેલુ આયોજન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કીલ ઇન્ડિયા મિશન અને સી.એસ.આઇ.આર દ્વારા 8મી વાર શેવાળ થકી જૈવિક આવક શરૂ કરવાના પ્રયત્નો

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્કીલ ઇન્ડિયા મિશન અને સી.એસ.આઇ.આર નાં ઈન્ટીગ્રેટેડ સ્કીલ ઇનીશીયેટીવ પ્રોગ્રામ અંતર્ગત શેવાળ નાં વાવેતર અને પ્રોસેસિંગ ટેકનોલોજી માટે બે દિવસીય કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્કીલ ઇનીશિયેટીવ પ્રોગ્રામ આ વખતે 8 મી વાર થઈ રહ્યો છે. કોર્સનો હેતુ કવોલીફાઇડ વર્કફોર્સ તૈયાર કરવાનો અને તેના લીધે સાહસિકતા વધારવાનો છે. ભાવનગર પાસે ખૂબ લાંબો દરિયાકાંઠો હોવાથી આ ટ્રેનિંગ નાં લીધે બાયો ઇકોનોમી પણ વધારી શકાય છે.

શેવાળ નો એકવા કલ્ચર, ઓર્ગેનિક ફર્ટી લાઈઝર અને હાયડ્રોપોનિક્સ, સીવીડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, હાઈડ્રો કોલોઇડ ઇન્ડસ્ટ્રી વગેરેમાં ઉપયોગી બને છે. ભારતમાં પણ સાત રાજ્યો અને 4 યુનિયન ટેરીટરી દરિયાકિનારો ધરાવે છે. સેન્ટ્રલ સોલ્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં 1000 થી વધારે માછીમારો ને શેવાળ ની ખેતી માં જોડાવામાં આવ્યા છે. આ તમામ માછીમારોમાં મોટાભાગ ની મહિલાઓ છે.તા. 11 અને 12 નવેમ્બર નાં રોજ યોજાનાર આ ટ્રેનિંગ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો અને રિસર્ચરો માટે ખૂબ ઉપયોગી બનશે.

અન્ય સમાચારો પણ છે...