તાલીમ શરૂ:ચિત્રા જીઆઈડીસી ખાતે સ્કિલ ડેવલ્પમેન્ટ સેન્ટર શરૂ કરાયુ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • CIA, GIDC, CED, ADSના સંયુકત ઉપક્રમે
  • 100% જોબ​​​​​​​ ગેરેંટી સાથે ત્રણ માસની ફુલ ટાઈમ તાલીમ, વિના મૂલ્યે રહેવા જમવાની સગવડતા સાથે વિવિધ કોર્સ શરૂ થશે

ચિત્રા જીઆઈડીસી ખાતેના સ્કીલ ડેવલ્પમેન્ટ સેન્ટર ખાતે ચીત્રા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, GIDC, CED, ADSના સંયુકત ઉપક્રમે ચીત્રા જીઆઈડીસીમાં સ્કીલ ડેવલ્પમેન્ટ સેન્ટર ખાતે નીચેના નવા કોર્ષની તાલીમ શરૂ કરવામાં આવેલ છે.

1. સોલાર પેનલ ઈન્સ્ટોલેશન ઓપરેટીગ, રીપેરીંગ (સુર્યમિત્ર) (કેન્દ્ર સરકારના સટીફીકેટ સાથે) ત્રણ માસની ફુલ ટાઈમ તાલીમ– વિના મૂલ્યે રહેવા જમવાની સગવડતા સાથે– જેની યોગ્યતા ITI ઈલેકટ્રીકલ, વાયરમેન, ડીપ્લોમાં ઈલેકટ્રીકલ જોડાઈ શકશે. (કોર્ષમાં જોડાનાર સર્વેને 100% પ્લેસમેન્ટ) 2. CNC ઓપરેટર અને ટર્નર પ્રોગ્રામીંગ 3. સોલાર એનર્જી ઓપરેટીંગ એન્ડ ઈન્સ્ટોલેશન 4. ટીંગ મીગ વેલ્ડીંગ, ફીટર તથા વાયરમેનના સટીફીકેટ વગેરેની સમયમર્યાદા ત્રણ માસની હોય, 100% જોબ ગેરેંટીવાળા, ઉપરોકત તમામ કોર્ષ સરકારના માન્ય સટીફીકેટ વાળા હોય, જેમા રજીસ્ટ્રેશન માટે ક્વોલીફીકેશન ધોરણ-૧૦ પાસ, ITI તથા ડીપ્લોમાં સુધીનું , વિર્ધાથીઓએ રજીસ્ટ્રેશન તથા વધુ વિગત માટે સ્કીલ ડેવલ્પમેન્ટ સેન્ટર, ચીત્રા જીઆઈડીસી પાણીની ટાંકી પાસે, મધુ સીલીકા સામે, મો.નં. 9099098338, 7069085658 પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વધુમાં ભાવનગર જીલ્લાના ઉધોગકારોને ઉપરોકત કોર્ષ સિવાયના જે- તે ઈન્ડસ્ટ્રીઝની જરૂરીયાત મુજબના કુશળ કારીગરો તૈયાર કરવાના કોર્ષ શરૂ કરવાનું પણ આયોજન હોય, ભાવનગર જીલ્લાના ઉધોગકારોને ચીત્રા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનની ઓફીસનો વધુ વિગત માટે સંર્ષક સાધવા માટે CIAના પ્રમુખ દ્વારા જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...