પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ:બેઠકો ખાલી રહેતા આયુર્વેદ અને હોમિયોપથીમાં છઠ્ઠો રાઉન્ડ યોજાશે

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આયુર્વેદ અને હોમિયોપથીની 707 બેઠકો ખાલી રહી
  • આજે સાંજે 4 વાગ્યા સુધી છઠ્ઠા ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ આપવાની રહેશે

ગુજરાતમાં પેરા મેડિકલ વિદ્યાશાખામાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં આયુર્વેદ-હોમિયોપથીની બેઠકો પરની પાંચમા ઓનલાઈન રાઉન્ડની ફી ભરી, હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરવા માટેની પ્રક્રિયા ગઇ કાલ બુધવારે પૂર્ણ થઈ છે. સાથે જ છઠ્ઠા રાઉન્ડ માટેની પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે.

પાંચમા રાઉન્ડમાં કુલ 2753 વિદ્યાર્થીએ ટ્યૂશન ફી ભરી, હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કરવાનું હતું, જેમાંથી 2046 વિદ્યાર્થીએ ટ્યૂશન ફી ભરી હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કરાવતા આયુર્વેદની 212 તેમ જ હોમિયોપથીની 495 બેઠકો મળી કુલ 707 બેઠકો ખાલી રહી છે.આયુર્વેદ અને હોમિયોપથીની બેઠકો આગામી છઠ્ઠા રાઉન્ડમાં એડમિશન માટે 13 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યા સુધી છઠ્ઠા ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ આપવાની રહેશે.

આયુર્વેદ અને હોમિયોપથીની બેઠકો પર પ્રવેશ માટેના છઠ્ઠા ઓફલાઇન રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના માટે વિદ્યાર્થીઓએ પોતાના યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી 13 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યા સુધી છઠ્ઠા ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ આપવાની રહેશે.

ઉપરાંત રૂબરૂમાં હાજર રહેવા માટે હેલ્પ સેન્ટર પસંદ કરવાનું રહેશે. આયુર્વેદ, હોમિયોપથીનામાં છઠ્ઠા ઓફલાઇન રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ છઠ્ઠા ઓફલાઇન રાઉન્ડમાં ભાગ લેવા માટેની ઓનલાઈન સમંતિ આપવાની ફરજિયાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...