• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Six Years Ago, A Court Sentenced Two Government Employees Of Palitana Irrigation Sub Division To Five Years Imprisonment In A Bribery Case.

સજા:છ વર્ષ પૂર્વે પાલીતાણાના જળ સિંચન પેટા વિભાગના બે સરકારી કર્મચારીઓને લાંચ લેવાના કેસમાં કેસમાં કોર્ટે 5 વર્ષ કેદની સજા ફટકારી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છ વર્ષ પહેલાં થોરાળી ગામના ફરીયાદી ઘુઘાભાઈ નાથાભાઈએ ફરિયાદ કરી હતી

છ વર્ષ પર્વે પાલીતાણા તાલુકાના થોરાળી ગામના રહેવાસી ફરીયાદી ઘુઘાભાઈ નાથાભાઈ દ્વારા એસીબી કચેરી રાજકોટને આક્ષેપીત ડુંગરભાઈ નથુભાઈ સાગઠીયા તથા આક્ષેપીત નીતીનભાઈ ચંદભાઈ રાવજી સામે લાંચ લેવા બાબતે ફરીયાદ કરી હતી. આ કેસ આજરોજ પાંચમા એડી. સેશન્સ જજ હર્ષવદન એન.વકીલની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી હતી.

2015ની સાલમાં પાલીતાણા તાલુકાના થોરાળી ગામના રહેવાસી ફરીયાદી ઘુઘાભાઈ નાથાભાઈ દ્વારા એસીબી કચેરી રાજકોટને આ કામના આક્ષેપિતો દ્વારા ગરાજીયા ગામની સર્વે નંબર 26/1 પૈકીની જમીન તેમજ 27 તથા 27 પૈકીની કુલ 32 એકર જેટલી જમીન શેત્રુંજી ડેમ બનેલ તે સમયે ડુબમાં ગયેલ હોય તે જમીનના માલીકોએ ફરીયાદી ઘુઘાભાઈ નાથાભાઈને તે જમીન બાબતે કામગીરી કરવા અંગે તેઓને પાવર ઓફ એર્ટની આપવામાં આવેલી.

જમીનનો અભીપ્રાય મેળવવા બાબતે આ કામના આરોપીઓને મળેલા અને તેનો અભિપ્રાય આપવા સબંધે રૂપીયા 4 લાખની માંગણી કરેલી જેમા પ્રથમ રૂપીયા 2 લાખ આપવાનો વાયદો થયેલો. જેમા રૂપીયા 2 લાખની લાંચ સ્વીકારતા એસીબીના ટ્રેપીંગ અધિકારી એચ.પી. દોશી એસીબી પી.આઈ. રાજકોટ દ્વારા ટ્રેપ કરવામાં આવેલી.

ટ્રેપનુ છટકુ ભાવનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના ગુન્હા નં.4/15 ના કામે એ.સી.બી. ટ્રેપ સફળ જતા તેની સામે તપાસની કાર્યવાહી દરમ્યાન અને તપાસના અંતે આક્ષેપિતો નં.1 ડુંગરભાઈ નથુભાઈ સાગઠીયા (અ.મ.ઈ.) પાલીતાણા વિભાગ–1 જળ સિંચન પેટા વિભાગ તેમજ આક્ષેપીત નં.2 નીતીનભાઈ ચંદુભાઈ રાવજી આસીસ્ટન્ટ ટી.બી.સી. સેકશન ના.કા.ઈ. જળ સિંચન પેટા વિભાગનાઓ સામે લાંચનો કેસ પાંચમા એડી. સેશન્સ જજ હર્ષદવન એન.વકીલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ બી.કે.વોરા દ્વારા રજુ કરેલી સાઈટેશન તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે દલીલો કરવામાં આવેલી જે નામ. અદાલત દ્વારા ગ્રાહય રાખી ઉપરોકત આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમની કલમ 7, 12, 13(1)ઘ તથા 13(2) મુજબ જેમા બંને આક્ષેપિતોને કલમ-7 માં 3 વર્ષ અને 10 હજાર દંડ, કલમ-13(2) માં 5 વર્ષ અને 20 હજાર દંડ, કલમ-12 માં 3 વર્ષ અને 10 હજારનો દંડ, બંનેને મળી કુલ દંડ 80 હજારનો હકમ આજરોજ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...