ક્રાઈમ:ઉમરાળા તાલુકાના છ શખ્સો સુરતમાં જુગાર રમતા જબ્બે

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતના કતારગામે પોલીસે રેડ કરી શૈલેષ કાનજીભાઇ સુરાણી(રહે.કતારગામ, મુળગામ ધારૂકા, તા.ઉમરાળા) વાળો પોતાના આર્થીક લાભ માટે બહારથી માણસો બોલાવી નાલના પૈસા ઉઘરાવી જુગાર રમાડતો હોય જુગાર રમતા શૈલેષ સુરાણી ઉપરાંત રાજેન્દ્ર ઉર્ફે રાજુ દેવશીભાઇ સુરાણી(રહે. કતારગામ, મુળગામ ધારૂકા, તા.ઉમરાળા), રાજેશ ધનજીભાઇ લુખી (રહે. કતારગામ, મુળગામ ધારુકા,તા.ઉમરાળા), લાભુ છગનભાઇ લુખી (રહે. વરાછા, મુળગામ ગલરામા, તા.ઉમરાળા) તથા મિલન લાભુભાઇ લુખી (રહે. મોટા વરાછા, મુળ ગામ ગોરામા, તા.ઉમરાળા) વાળાને પોલીસે રોકડ રકમ, બાઇક,મોબાઇલ સહીત કુલ રુ. 1,42,060 નાં મુદામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...